
નવી દિલ્હી,તા.23 મે 2020 શનિવાર
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈ.સી.એમ.આર.)ને હાઈડ્રોક્સીક્લોરોક્વિનના ઉપયોગમાં મોટી સફળતા મળી છે. આઈ.સી.એમ.એમ. દ્વારા થયેલા ત્રણ પ્રકારના વ્યાપક સંશોધનાત્મક અભ્યાસ દ્વારા પુરવાર થયું છે કે કોવિડ-૧૯ નો ચેપ રોકવામાં હાઈડ્રોક્લોરોક્વિન (એચસીક્યુ) ઘણા અંશે કારગત નિવડે છે.
આઈ.સી.એમ.આર.ના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓની સારવાર કરતાં ડોક્ટરો, નર્સો અને અન્ય તબીબી કર્મચારીઓ તેમની સુરક્ષા માટે એચ.એસ.ક્યુ.નો ડોઝ લઈ શકે છે. આમ તો એચ.એસ.ક્યુ. મેલેરિયાની સારવારમાં વપરાય છે. આમ છતાં હાલના ચિંતાજનક સંજોગોમાં તબીબી કર્મચારીઓ ઉપરાંત પોલીસ, પેરામિલિટીરી ફોર્સ અને અન્ય સલામતી રક્ષકો પણ એચ.સી.ક્યુ.નો ડોઝ લઈ શકે છે. ઉપરાંત કોવિડ-૧૯ સિવાયનાં દરદીઓની સારવાર કરતાં તબીબી કર્મચારીઓ પણ આ દવા લઈ શકે છે.
આઈ.સી.એમ.આર. દ્વારા એચ.સી.ક્યુ. ના ઉપયોગ વિશે ખાસ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે એચ.સી.ક્યુ. ના ઉપયોગ વિશે જાતજાતની ટીકા અને વિરોધ થયા છે. કારણ કે આ દવાના ઉપયોગ વિશે કોઈ સચોટ વૈજ્ઞાાનિક સંશોધન થયું નહોતું. સાથોસાથ એચ.સી.ક્યુ. ના ઉપયોગથી અમુક આડઅસરો થતી હોવાની ચર્ચા પણ થાય છે. જોકે અમે ૧૩૨૩ હેલ્થ વર્કસ પર આદવાનો પ્રયોગ કર્યો છે. અમારા અભ્યાસમાં પુુરવાર થયું છે કે ફક્ત ૮.૯ ટકા તબીબી કર્મચારીઓમાં ઝોકાં આવવાં,૭.૩ટકાને પેટમાં હળવો દુઃખાવો થવો,૧.૫ ટકાને ઉલટી થળી, ૧.૭ ટકાને લો બ્લડપ્રેશર, અને ૧.૯ ટકાને હૃદયની ગતિવિધિમાં આછેરો અવરોધ સર્જાયો હોવાના લક્ષણો જોવા મળ્યાં છે.
આમ છતાં એચ.સી.ક્યુ.ના ઉપયોગથી હૃદયની કાર્ડિયો માયપથી (હૃદયને આખા શરીરમાં લોહીનો પુરવઠો મોકલવામાં મુશ્કેલી પડે ) જેવી ગતિવિધિમાં આડઅસર થતી હોવાનું જણાશે તો અમે આ દવાનો ઉપયોગ અટકાવી દઈશું એવી સ્પષ્ટતા પણ આ સૂત્રોએ કરી હતી.
કેસ વધતાં દવાની અછત
આ મહાનગરમાં કોવિડ-૧૯ના દરદીઓની સારવારમાં અપાતી મલેરિયા વિરોધી ગોળી હાઇડ્રોક્સિક્લારોક્વીન (એચસીક્યુ)ની અછક એક મોટી મુશ્કેલીરૂપ બની રહી છે.
આ સમસ્યા દૂર કરવા ફૂડડ્રગ્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના સત્તાવાળા તાજેતરમાં એચસીક્યુના ઉત્પાદકોને મળ્યા હતા અને તેમને આ ગોળીનું ઉત્પાદન વધારવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના સામેની લડઇમાં એચસીક્યુની ગણના એક હથિયાર તરીકે કરવામાં આવે છે.
ભારતમાં આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ) કોવિડ-૧૯ના દરદીઓની સારવાર કરતા તમામ સ્વાસ્થ્યકર્મીઓ, તથા કોવિડના પોઝિટિવ દરદીઓના સંપર્માં આવેલા પરિવારજનોને રોગનિરોધક તરીકે એચસીક્યુ આપવાની મંજૂરી આપી છે.
મહારાષ્ટ્ર સરકારે એપ્રિલના છેલ્લાં સપ્તાહમાં એક જાહેરનામા દ્વારા સ્વાસ્થ્ય કર્મીઓ તથા કર્મચારીઓ, પાલિકાના કર્મચારીઓ તથા ક્વોરન્ટીન સેન્ટરો, કોરોનાગ્રસ્ત દરદીઓ અને કન્ટેનમેન્ટઝોન સાથે સંકળાયેલા લોકોને યોગ્ય માર્ગદર્શનમાં એચસીક્યુ આપવાની ભલામણ કરી હતી.
એસોસિયેશન ઓફ મેડિકલ કન્સલટન્ટસ (એએમસી)ના પ્રમુખ ડો. દીપક બ ડે જણાવ્યુ હતું કે છેલ્લાં બે સપ્તાહથી એચસીક્યુની મોટી માગ છે. પરિણ મે ખાનગી નસગ હોમ તથા મેડિકલ સ્ટોર્સમાંનો તેનો જથ્થો ખલાસ થઇ ગયો છે. ઘણી વખત બન્યું છે કે ઉપલબ્ધ ન હોવાથી અમે આ ગોળી કોવિડના દરદીને આપી શક્યા નથી.
કોવિડના કેસ વધવા સાથે એચસીક્યુની માગ પણ વધી છે. અમે ઉત્પાદકોને તેનું ઉત્પાદન વધારવા જણાવ્યું છે. એમ એફડીએના એક અધિકારીએ કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A66gSs
No comments:
Post a Comment