
ગાંધીનગર,તા.01 મે 2020, શુક્રવાર
કોલવડાની આયુર્વેદ કોલેજમાંથી દિપડો પકડાયા બાદ કોલવડા અને રાંધેજા ગામના જંગલ વિસ્તારમાં દિપડો દેખાયો હોવાની સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી ત્યારે બાદ પેથાપુરમાં પણ વનવિભાગે નદિ કિનારના વિસ્તાર સહિતની જગ્યાએ તપાસ કરી હતી ત્યારે આજે માણસા તાલુકાના આજોલ ગામ પાસેના રણછોડપુરાના ખેતરમાં દિપડો જોયો હતો. વનવિભાગે અહીં પોલીસની મદદથી ડ્રાન ઉડાડીને સંભવીત વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા.
ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામની મોડેલ આયુર્વેદ કોલેજમાંથી થોડા દિવસ પહેલા દિપડો વનવિભાગે પાંજરે પુર્યો હતો. કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી દિપડો પકડવામાં આવ્યો હોવાને કારણે દિપડાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી એટલુ જ નહી, દિપડાને હાલ ઇન્દ્રોડા પાર્કમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા કોલવડા અને રાંધેજામાં દિપડો દેખાયો હોવાની વાત સામે આવી રહી છે.
આ બન્ને ગામોમાં વનવિભાગની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું તો બીજીબાજુ કોલવડામાં જ્યાં દિપડો જોવામાં આવ્યો હતો ત્યાં તપાસ કરીને પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે તેમ છતા અહીંથી દિપડો દેખાયો કે પકડાયો ન હતો ત્યાર બાદ પેથાપુરના જંગલ તથા નદી કિનારાના વિસ્તારમાં પણ વનવિભાગ દ્વારા રાત્રી ચેકીંગ કરાયું હતું પરંતુ કોઇ નક્કર પુરાવા મળ્યા ન હતા ત્યારે આજે સવારે માણસા તાલુકાના આજોલ ગામ પાસેના રણછોડપુરામાં એક બાળકે ખેતરમાં દિપડાને જોયો હતો ગ્રામજનોએ તાત્કાલિકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે વનવિભાગને તેડાવી હતી.
ગામમાં વનવિભાગે પોલીસની મદદથી સર્ચ કર્યું હતુ એટલુ જ નહીં, હાલની લોકડાઉનની સ્થિતિમાં પોલીસ પાસે ડ્રોન ઉપલબ્ધ હોવાને કારણે આ સંભવિત વિસ્તારમાં ડ્રોન ઉડાડીને તેના મારફતે પણ સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા. ઉલ્લેખનીય છે, હાલ લોકડાઉનની સ્થિતિમાં વન્યપ્રાણીઓ ભયમુક્ત થઇને શહેરી વિસ્તાર અને માનવ વસાહતો તરફ ઘુસણખોરી કરી રહ્યા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yam2eN
No comments:
Post a Comment