લૉકડાઉનની અસર: જજના ઘરમાં રોટલીની ચોરી, દિલ્હીમાં ફેરીયાઓને લૂંટયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 23 May 2020

લૉકડાઉનની અસર: જજના ઘરમાં રોટલીની ચોરી, દિલ્હીમાં ફેરીયાઓને લૂંટયા


નવી દિલ્હી,તા.23 મે 2020 શનિવાર

દેશમાં સામાન્ય રીતે પૈસા, જ્વેલરી કે અન્ય કિમતી વસ્તુઓની ચોરી કે લૂટની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે પણ હાલ લોકડાઉનને કારણે લોકો રોટલી, ફ્રુટ અને પાણી જેવી ખાધ્ય વસ્તુઓની લૂટ કરવા લાગ્યા છે. પૂર્વી દિલ્હીના જગતપુરી વિસ્તારમાં ફેરીયાઓ પાસેથી લોકો કેરી સહિતના ફળ લુટી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતા લૂટ કરનારાઓની ભારે ટીકા થઇ રહી છે કેમ કે ફેરીયાઓ આ ફળ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આવી એક નહીં અનેક ઘટનાઓ સામે આવી છે. મધ્ય પ્રદેશમાં એક મેજિસ્ટ્રેટના ઘરમાંથી કોઇ પાંચ રોટલીઓ ચોરી ગયું હતું. જ્યારે ભુખ્યા મજૂરો રેલવે સ્ટેશન કે અન્ય સ્થળે પણ લૂંટ ચલાવવા મજબુર થયા છે. 

હાલ અનેક શહેરોમાં લોકડાઉન વચ્ચે લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે. જોકે આશ્ચર્ય જનક ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમ કે મધ્ય પ્રદેશના સીધીમાં એક મેજિસ્ટ્રેટના ઘરમાં ચોરો ઘુસ્યા હતા. જોકે કોઇ જ કિમતી વસ્તુઓને તેઓએ હાથ નહોતો લગાવ્યો અને માત્ર રોટલીઓ ચોરીને ભાગી ગયા હતા. જોકે સાથે ૧૯૦૦ રૂપિયા પણ ચોરી લીધા હતા.

સીધીના જિલ્લા ન્યાયાલયમાં સેવા આપી રહેલા મેજિસ્ટ્રેટ વિવેક કુમારસિંહના સરકારી ઘરમાં આવેલા કીચનમાં ચોર ગ્રીલ તોડીને ઘુસી ગયા હતા. રસોડામાં રોટલીઓ રાખી હતી જેમાંથી ચોરોએ પાંચ રોટલીઓ ચોરી લીધી હતી. ત્યાં એક પેંન્ટ લટકાવવામાં આવી હતી જેમાં રહેલા પૈસા પણ લઇ લીધા, એટલે કે પૈસાની ચોરી માટે કોઇ તિજોરી કે તોડફોડ નહોતી કરી. આ ઘરમાં અનેક કિમતી આભુષણો અને સામાન હતો જેને તેઓએ સ્પર્શ પણ નહોતો કર્યો અને રોટલી ચોરવા જ આવ્યા હોય તેમ પોતાનું કામ પુરુ કરી જતા રહ્યા હતા.  

જ્યારે દિલ્હીમાં અતી શરમજનક ઘટના સામે આવી હતી, અહીંના જગતપુરી વિસ્તારમાં ફેરિયાઓને કોરોનાનો ભય દેખાડીને ટોળાએ તેમની પાસે જેટલા પણ ફળ હતા તે બધા જ લૂટી લીધા. રેકડી પર રાખેલા કેરી, સફરજન, ચીકુ વગેરેને લૂંટીને ભાગી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દિનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પાણી માટે દોડાદોડી કરી રહેલા મજૂરોએ અહીંના એક પ્લેટફોર્મ પર પડેલી પાણીની બોટલોની લૂટ ચલાવી હતી. મજૂરો પુરતી વ્યવસ્થા ન હોવાના આરોપ લગાવી રહ્યા છે સાથે પાણીની લૂટ પણ ચલાવી હતી.

નકલી પોલીસે ગરીબ ફેરીયાના ૩૦ હજાર રૂપિયા પડાવી લીધા

માતા-પિતાને બિહાર મોકલવા જમા કરેલા

દક્ષિણ મુંબઇના ગ્રાન્ટરોડમાં નકલી પોલીસે એક ગરીબ ફેરીયાના ૩૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ વ્યકિતએ આ પૈસા બિહારમાં રહેતા તેના માતા-પિતાને મોકલવા રાખ્યા હતા. આ ઘટના બાદ ભોગ બનેલ ફેરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ગણેશકુમાર દાસ ગ્રાન્ટરોડમાં સીડી વેચવાનું કામ કરે છે. તેણે તેના બિહારમાં રહેતા માતા-પિતાને મોકલવા ૩૦ હજાર રૂપિયા રોકડા જમા કર્યા હતા. ગત મંગળવારે રાત્રે તે આ રોકડ રકમ પાસેના કેશ ડિપોઝીટ મશીનમાં જમા કરવા જઇ રહ્યો હતો. આ સમયે એક વ્યકિતએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી લોકડાઉનમાં મોડી રાત્રે બહાર નિકળવાની પરવાનગી નથી તેવું કહી પાસેજે પમ વસ્તુ હોય તે સોંપી સાથે આવવાનું જણાવ્યું હતું. 

આ ઘટનાબાદ દાસે તેને ૩૦ હજારની રોકડ આપી અને તેની પાછળ નિકળી પડયો હતો. આ વ્યકિતએ રોકડ એક રૂમાલમાં વાળીને મૂકી દીધા. નાનુભાઇ દેસાઇ રોડ પર આવ્યા બાદ આ નકલી પોલીસે  તેને પૈસા પાછા આપ્યા હતા અને એક ઇમારતનાગેટ પર તેને ઉભો રાખી હમણા આવુ છુ તેવુ કહ્યું હતું. ઘણો સમય વિત્યા બાદ પણ આ વ્યકિત પાછો ન ફરતા દાસે રૂમાલ ખોલી તપાસતા તેના રોકડ નહી પણ કાગળના ટુકડા મળી આવ્યા હતા.

આ  ઘટના બાદ દાસે વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંદી તપાસ આદરી છે.

ભુખ્યાજનોનો જઠરાગ્નિ જાગશેખંડેરની ભસ્મકણી ન લાધશે 

-ઉમાશંકર જોશી



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XsiCwr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages