
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 મે 2020, શુક્રવાર
કપિલ શર્મા પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત વિવાદોમાં ફસાયો છે. સુનીલ ગ્રોવર સાથેની લડાઇ થી લઇને પીએમ મોદી માટે કરેલા ટ્વીટને કારણે તે ચર્ચાને પાત્ર બન્યો હતો. એટલું જ નહીં કેટલીક વાર તો ગંભીરતાને જોતા માફી પણ માંગવી પડી હતી.જોકે આ પછી તે સાવચેત થઇ ગયો હતો પરંતુ ફરી એક વખત લાંબા સમયે તેને માફી માંગવાનો વારો આવ્યો છે.
કપિલે માફી માંગતા લખ્યું છે કે, પ્રિય કાયસ્થ સમાજ...સાંભળ્યું છે કે ૨૮ માર્ચ ૨૦૨૦ના ધ કપિલ શર્મા શો ના એપિસોડમાં શ્રી ચિત્રગુપ્તજીના ઉલ્લેખને કારણે તમારી લાગણી દુભાઇ છે. તો આ બદલ હું મારા અને મારી ટીમ તરપથી તમારી બધાથી માફી માંગુ છું. અમારો આશય કોઇને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું ઇચ્છું છું કે તમે બધા ખુશ રહો, સુરક્ષિત રહો અને હસતા રહો. ઇશ્વર પાસે પણ હું તમારા માટે આ જ પ્રાથર્ના કરું છું. મારા તરફથી તમને પ્રેમ તેમજ આદર સહિત નમસ્કાર.
કપિલ શર્મા અને તેની ટીમને બિલકુલ અંદાજ નહોતો કે આ કારણે લોકો વાંધો ઉઠાવશે. કપિલ શર્મા શોના એક એપિસોડમાં કપિલે કાયસ્થ સમાજની લાગણી દુભાવી હતી. પરિણામે કાયસ્થ સમાજ ઊગ્ર થઇ ગયો હતો. કાયસ્થ સમાજમાં ચિત્રગુપ્તનું એક અલગ જ મહત્વ છે. કપિલે તેના શોમાં ચિત્રગુપ્ત પર ટીપ્પણી કરી હતી. કપિલ શર્માને પોતાની ભૂલ સમજાતા જ તેણે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TuYbxK
No comments:
Post a Comment