
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 મે 2020, શુક્રવાર
બોની કપૂરના ૨૩ વર્ષીય નોકર ચરણ સાહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર પછી તેના અન્ય ૬-૭ કર્મચારીઓ, પોતાની અને બે પુત્રીઓ જાહ્નવી અને ખુશીની કોવિડ ૧૯ની ટેસ્ટ કરવામા આવી હતી. જેમાં તેના અન્ય બે સ્ટાફમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો
ઓશિવારા પોલીસ સ્ટેશનના પીઆઇએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ચરણ સાહુ પછી બોનીના અન્ય બે નોકરોમાં પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. નવાઇની વાત તો એ છે કે, તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ દેખાતા નહોતા.
મંગળવાર ૧૯મેના રોજ ફક્ત ચરણ સાહુમાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પછી બોની, જાહ્નવી અને ખુશીને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આમ તો કપૂર પરિવારમાં બધુ સુરક્ષિત છે પરંતુ તેમણે વધુ ધ્યાન આપવાની જરૂર છે.
ચરણની તબિયત ૧૬મી મેના બગડી હતી આથી તેની મેડિકલ ટેસ્ટ કરવા માટે તેને બોનીએ હોસ્પિટલમાં મોકલ્યો હતો અને એ પછી તેને આઇશોલેશનમાં રાખવામાં આવ્યો હતો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી બોનીએ સોસાયટી અને બીએમસીને જાણકારી આપી હતી. ત્યાર પછી બીએમસી અને રાજ્ય સરકારે ચરણને ક્વોનટાઇન સેન્ટર મોકલ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WSYh4k
No comments:
Post a Comment