અડાલજના પોઝિટિવ યુવકનું મોત જ્યારે દાણીલીમડાથી આવેલા વૃધ્ધ કોરોનાગ્રસ્ત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 May 2020

અડાલજના પોઝિટિવ યુવકનું મોત જ્યારે દાણીલીમડાથી આવેલા વૃધ્ધ કોરોનાગ્રસ્ત


ગાંધીનગર,તા.01 મે 2020, શુક્રવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સરકારી ચોપડે ગઇકાલ સુધી ૪૮ પોઝિટિવ દર્દીઓ હતા ત્યારે આજે અડાલજમાંથી વધુ એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે.આ પોઝિટિવ દર્દીનું પણ અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. અગાઉ મરણ પ્રસંગે અમદાવાદના દાણીલીમડા  ગેયાલ ૬૬ વર્ષિય વૃધ્ધ ૧૪ દિવસથી ક્વોરેન્ટાઇન હતા જેમનું આજે ટેસ્ટીંગ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા છે.

જેથી તેમના સંપર્કમાં આવેલા વધુ  છ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો અડાલજમાં જ બાલાપીર ચાર રસ્તા પાસે રહેતા અને વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો જેનું આજે મોત નિપજ્યું છે. આલ્કોહોલીક હોવાને કારણે આ યુવકનું મોત થયું હોવાનો આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. 

અમદાવાદ કનેક્શનના કારણે ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ૧૪ કેસ પોઝિટિવ મળી આવ્યા છે. જો કે, સરકારી તંત્ર આ ૧૪માંથી ૧૦ દર્દીઓ ગાંધીનગર જિલ્લાના હોવાનું કહી રહ્યું છે. જેને લઇને ગઇકાલે સુધી ગાંધીનગર જિલ્લામાં બે વ્યક્તિના મોત સહિત પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૮ હતી. જેમાં આજે અડાલજના એક દર્દીનો ઉમેરો થયો છે.

અડાલજની સ્વાગત સીટી  સોસાયટીમાં રહેતાં ૬૬ વર્ષિય વૃધ્ધ થોડા દિવસ અગાઉ અમદાવાદના દાણીલીમડા ખાતે મરણ પ્રસંગે ગયા હતા. અમદાવાદના આ હોટ સ્પોટ વિસ્તારમાં જઇને આવ્યા હોવાના કારણે તેમને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આજે તેમનો ૧૪મો દિવસ હોવાના કારણે આ વૃદ્ધનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ અડાલજમાં જ કોરોના પોઝિટિવ એક યુવકનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે અન્નપૂર્ણા સર્કલ - બાલાપીર દરગાહ નજીક વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક ે અગાઉ અન્ય શારીરિક તકલીફના કારણે ગાંધીનગર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. તે દરમ્યાન તેનો ટેસ્ટ કરતાં તે ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો. આ યુવક આલ્કોહોલીક એટલે કે દારૂ પીવાની ટેવવાળો હોવાના કારણે તેનું મોત થયું છે તેમ આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. ગાંધીનગરમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ ત્રણ વ્યક્તિને મોત નિપજ્યાં છે.  

ઉમંગના દાદા, કોલવડાની મહિલા બાદ અડાલજના યુવકનું ત્રીજુ મોત

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૫૦ને પાર પહોંચી ગયો છે જેમાં ગઇકાલ સુધી બે વ્યક્તિઓના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. અગાઉ સે-૨૯માં રહેતા ઉમંગના ૮૬ વર્ષિય દાદા જ્યારે કોલવડાની મહિલાનું મોત થયું હતું ત્યારે આજે અડાલજમાં બાલાપીર ચાર રસ્તા પાસે વાંસની ટોપલી બનાવવાતા પરિવારનો યુવકનું પણ મોત થયું છે. આ સાથે ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો બીજીબાજુ ગાંધીનગર સિવિલમાં દાખલ એક ડઝન જેટલા પોઝિટિવ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ ઓક્સિઝન પર છે જેમની સ્થિતિ પણ દિવસેને દિવસે બગડી રહી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ff05fg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages