અઠવાડિક ભવિષ્ય- પદ્મનાભ ક. શર્મા (અગ્નિહોત્રી) - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 22 May 2020

અઠવાડિક ભવિષ્ય- પદ્મનાભ ક. શર્મા (અગ્નિહોત્રી)

- તા.24 -5-2020  રવિવારથી તા.30-5-2020  શનિવાર સુધી


મેષ (અ. લ. ઈ.)

જેઠ મહિનાના પ્રારંભમાં અને મે મહિનાના અંતમાં કામની વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે. પરિવારના કામમાં, પત્નીના કામમાં ચિંતા રહે. નાણાંકીય ખેંચ- મુંઝવણના લીધે સમયસર ધાર્યું કામકાજ થાય નહીં શેરોની લે-વેચમાં, બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે. નોકર ચાકર, કારીગર વર્ગ સ્ટાફની તકલીફ અનુભવાય, હવામાનની ફેરફારીમાં અગમચેતી સાવધાની રાખવી. તા. ૨૪મી મે રવિ- કામકાજમાં સાનુકૂળતા- હળવાશ રહે, ૨૫ સોમ- નોકરી- ધંધાના કામની જવાબદારીમાં જાગૃતિ રાખવી, ૨૬ મંગળ- વિનાયક ચોથે ગણેશપૂજા- મંત્રજાપ કરવો, ૨૭ બુધ- ચિંતા- ઉચાટ રહ્યા કરે, ૨૮ ગુરૂ- અન્યના કારણે મુશ્કેલી ચિંતા, ૨૯ શુક્ર- પુત્ર- પૌત્રાદિક- પત્નીનું કામ થાય, ૩૦ શનિ- દુર્ગાષ્ટમીએ હળવાશ રહે.

વૃષભ (બ. વ.ઉ.)

મે મહિનાના અંતમાં નોકરી- ધંધાના કામ અંગે જવાબદારી અંગે હળવાશ- રાહત થતી જાય. વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. નાણાંકીય ખેંચ મુંઝવણમાં, આવકમાં, ઉઘરાણીમાં ચિંતા છતાં છેલ્લી ઘડીએ અન્યના સહકારથી તમારી મુશ્કેલી- મુંઝવણ ઓછી થતી જાય. વ્યવહારિક કામ રૂકાવટવાળા રહે. ધર્મકાર્ય થાય, બજારોની હવામાનની ફેરફારીમાં નુકસાન બગાડ થાય નહીં તેની તકેદારી રાખવી, તા. ૨૪ મે રવિ- વિચારોની દ્વિધા રહે, ૨૫ સોમ- રસ્તામાં આવતા જતા સાવધાની જાગૃતિ રાખવી, ૨૬ મંગળ- વિનાયક ચોથે કામકાજની વ્યસ્તતા રહે, ૨૭ બુધ- પરિવારના કામમાં ધ્યાન રાખવું પડે, ૨૮ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા રહે, ૨૯ શુક્ર- નોકરી- ધંધાના કામની ચિંતા રહે, ૩૦ શનિ- હવામાનની અસરમાં સંભાળવું પડે.

મિથુન (ક. છ. ઘ.)

ખર્ચ- ખરીદી કરવામાં તકલીફ પડે હાથ બંધાયેલા રહે તે સિવાય સરકારી- રાજકીય- ખાતાકીય કામમાં, જવાબદારીમાં અન્યના કારણે તમને તકલીફ પડે. અનિચ્છાએ કામ કરવું પડે. શરદી- ખાંસી- બીમાર વ્યક્તિથી દૂર રહેવું, આરોગ્યની કાળજી રાખવી, મહેનત- પરિશ્રમ વધારે કરવો પડે. અન્યની કામગીરી- જવાબદારી તમારા કામ ઉપરાંત સંભાળવી પડે. સગા- સંબંધી મિત્રવર્ગમાં બીમારી- ચિંતાનું આવરણ આવી જાય, તા. ૨૪ મે રવિ- ચિંતા- સુસ્તી છતાં પરિવારનું કામ કરવું પડે, ૨૫ સોમ- નોકરી- ધંધાના કામમાં દ્વિધા રહે, ૨૬ મંગળ- વિનાયક ચોથે ગણેશપૂજાથી હળવાશ રહે, ૨૭ બુધ- કામકાજમાં સાનુકૂળતા, ૨૮ ગુરૂ- આકસ્મિક કોઈ કામ થાય, ૨૯ શુક્ર- રસ્તામાં આવતા- જતા તેમજ મિલન- મુલાકાતમાં સંભાળવું, ૩૦ શનિ- ધર્મકાર્ય થાય, અન્ય શુભ કામ સ્થગિત રહે.

કર્ક (ડ. હ.)

આકસ્મિક કોઈ કામ થવાથી હળવાશ, રાહત અનુભવો, જૂના- નવા સંબંધ- વ્યવહાર- સંસ્મરણો તાજા થાય, નોકરી- ધંધાના કામ અંગે વ્યવહારિક, સામાજિક, સંસ્થાકીય કામ અંગે ચર્ચા- વિચારણા થાય. ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે, અન્યને મદદરૂપ થઈ શકો. પરિવારના, સંતાનના કામમાં સાનુકૂળતા રહે, નોકરી- ધંધામાં છૂટછાટવાળા કામ થઈ શકે, ક્ષણિક આવક થાય, તા. ૨૪ મે રવિ- કામકાજમાં સાનુકૂળતા, ૨૫ સોમ- ચિંતા- ઉપાધિ, ૨૬ મંગળ- વિનાયક ચોથે, ગણેશ પૂજા મંત્ર-જાપ કરવો, ૨૭ બુધ- કામકાજ અંગેની ચર્ચા- વિચારણા થાય, ૨૮ ગુરૂ- કાર્ય સફળતા- પ્રગતિ, ૨૯ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું, દાન-દક્ષિણા આપવા.

સિંહ (મ. ટ.)

જેઠ મહિનાના પ્રારંભમાં તેમજ મે મહિનાની સમાપ્તિમાં તમારા રોજીંદા કામ ઉપરાંત અન્ય વધારાના કામ ઉકેલવામાં વ્યસ્ત રહો. સગા- સંબંધી- મિત્રવર્ગને સૂચન આપી શકો. પુત્ર- પૌત્રાદિકના સહકારથી કામકાજમાં સાનુકૂળતા રહે, નોકરી- ધંધાના કામમાં હળવાશ થતી જાય. વ્યવહારિક- સામાજિક- પારિવારિક કામમાં ખર્ચ થાય, ધર્મકાર્યમાં ખર્ચ થાય. તા. ૨૪ મે રવિ- પરિવારનું સંતાનનું કામ થાય, ૨૫ સોમ- શેરોના કામમાં સાવધાની રાખવી, ૨૬ મંગળ- વિનાયક ચોથે ધર્મકાર્ય થાય, ૨૭ બુધ- પરિવારનું કામ કરવું પડે, ૨૮ ગુરૂ- ખર્ચ ચિંતા, ૨૯ શુક્ર- નાણાંભીડ- મુંઝવણ, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું, દાન-દક્ષિણા આપવા.

કન્યા (પ. ઠ. ણ.)

મે મહિનાની સમાપ્તિમાં નોકરી- ધંધાના કામ અંગે, નાણાંકીય પ્રશ્ને ચિંતા રહે, પરંતુ છેલ્લી ઘડીએ કામ ઉકેલાય, નાણાંની લેવડદેવડના વ્યવહારની ચિંતા- મુંઝવણ- મુશ્કેલી ઓછી થાય, ધર્મકાર્ય થાય, ઘર- પરિવારના કામમાં ધ્યાન આપી શકો. સ્થળાંતર- ફેરફારીના કામ અંગે ચર્ચા- વિચારણા થાય, જૂના- સંબંધ- સ્મરણ તાજા થાય, આકસ્મિક કોઈને મળવાનું થાય, તા. ૨૪ મે રવિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૨૫ સોમ- નોકરી- ધંધાના કામની ચિંતા- બેચેની,, ૨૬ મંગળ- ઉચાટ- ઉદ્વેગ રહ્યા કરે, કંઈ ગમે નહિં, ૨૭ બુધ- ચિંતા- મુશ્કેલી હળવી થાય, ૨૮ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા- સફળતા, ૨૯ શુક્ર- ચિંતા- ખર્ચ, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું, દાન- દક્ષિણા આપવા.

તુલા (ર. ત.)

જેઠ મહિનાના પ્રારંભમાં અને મે મહિનાના અંતમાં આરોગ્યની કાળજી રાખવી. રસ્તામાં આવતા- જતા સંભાળવું, ચેપી દર્દીથી સાવધાની- જાગૃતિ રાખવી તે સિવાય નોકરી- ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે, ધ્યાન આપવું પડે, છૂટાછવાયા ધંધામાં ધંધો થાય, આવક થાય, નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય, વ્યવહારિક સામાજિક- ધાર્મિક કામમાં અન્યની દેખાદેખીમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. તા. ૨૪ મે રવિ- પારિવારિક- સાંસારિક ચિંતા, ૨૫ સોમ- રસ્તામાં આવતા- જતા મિલન- મુલાકાતમાં સંભાળવું, ૨૬ મંગળ- વિનાયક ચોથે ગણેશપૂજા- મંત્રજાપ કરવો, ૨૭ બુધ- નોકરી- ધંધાનું કામ થાય, ૨૮ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા, ૨૯ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૩૦ શનિ- ધર્મકાર્ય થાય.

વૃશ્ચિક (ન. ય.)

મે મહિનાના અંતમાં નોકરી- ધંધાના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે, છૂટાછવાયા કામ થાય, આવક થાય પરંતુ ખાવાપીવામાં તેમજ મિલન- મુલાકાતમાં સાવધાની- જાગૃતિ રાખવી, ઘરેથી જ પાણી તેમજ જમવાનું લઈ જવું, નાણાંકીય ખેંચ- મુંઝવણ છતાં લેવડ-દેવડના વ્યવહાર સચવાય, અન્યને મદદરૂપ થઈ શકો, જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય, માન- સન્માન મળે, તા. ૨૪ મે રવિ- સાંજ પછી અસ્વસ્થતા- અશાંતિ, ૨૫ સોમ- ખાવાપીવામાં તેમજ મિલન- મુલાકાતમાં સંભાળવું, ૨૬ મંગળ- નોકરી- ધંધામાં વ્યગ્રતા મુશ્કેલી, ૨૭ બુધ- ચિંતા હળવી થાય, ૨૮ ગુરૂ- નોકરી- ધંધાના કામ થાય, ૨૯ શુક્ર- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું, દાન- દક્ષિણા આપવા.

ધન (ભ. ધ. ફ. ઢ.)

મે મહિનાના અંતમાં છૂટછાટવાળા નોકરી- ધંધાના કામમાં નાણાંકીય પ્રશ્ને ચિંતા- પછી કામ ઉકેલાતા હળવાશ- રાહત અનુભવો, પોતાની જાતે જે કામ થઈ શકે તેમ હોય તે કામ ઉકેલવામાં તમને સાનુકૂળતા રહે, આવક મેળવી શકો, પેટ- કમરમાં દર્દપીડાથી સંભાળવું, ભીડભાડવાળી જગ્યામાં જવું નહીં, ભેગા થવું નહીં, જાહેર સંસ્થામાં કામ કરનારે ખાવાપીવામાં, મુલાકાતમાં સંભાળવું પડે, તા. ૨૪ મે રવિ- પરિવારનું કામ થાય, ૨૫ સોમ- ભીડ ભાડવાળી જગ્યામાં જવું નહીં ભેગા થવું નહીં, ૨૬ મંગળ- પેટ- કમરની દર્દપીડામાં સંભાળવું, ૨૭ બુધ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું, ૨૮ ગુરૂ- નોકરી- ધંધામાં ચિંતા, ૨૯ શુક્ર- નોકરી- ધંધાના કામ ઉકેલાય, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું દાન- દક્ષિણા આપવા.

મકર (ખ. જ.)

આનંદ- ઉત્સાહથી નોકરી- ધંધાના છૂટછાટવાળા કામ કરી શકો. પરિવારના- પુત્ર- પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે, ધંધો થાય, આવક થાય સાંસારિક જીવનમાં, જાહેર સંસ્થાકીય કામમાં હળવાશ- રાહત અનુભવો, આરોગ્ય સુખાકારી સારી રહે છતાં બહાર ભીડભાડવાળી જગ્યામાં જવું નહીં, ઉભા રહેવું નહીં, ચર્ચા- વિચારણામાં સામેલ થવું નહીં, ખરીદી કરવામાં જાગૃતિ- સાવધાની રાખવી, તા. ૨૪ મે રવિ- પરિવારનું- સંતાનનું કામ થાય, ૨૫ સોમ- નોકરી- ધંધાના કામમાં જાગૃતિ રાખવી, દૂરથી વાતચીત કરવી, ૨૬ મંગળ- કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં, ૨૭ બુધ કામકાજમાં સાનુકૂળતા, ૨૮ ગુરૂ- અગત્યનું કામ થાય, ૨૯ શુક્ર- આરોગ્ય સાચવીને કામ કરવું, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું, દાન- દક્ષિણા આપવા

કુંભ (ગ. શ. સ. ષ.)

છૂટછાટવાળા નોકરી- ધંધાના કામકાજમાં લોભ- લાલચે તકલીફ થાય નહી તેની સાવધાની- જાગૃતિ રાખીને કામકાજ કરવા, નુકસાન, નાણાંભીડ છતાં આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું. આપે ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું, મિલન- મુલાકાત- ચર્ચા વિચારણામાં દૂરથી જ વાતચીત કરવી, પત્ની- સંતાન- પરિવારના કામ કરવા પડે, ખર્ચ થાય અન્ય સગાથી ચિંતા- મુશ્કેલી અનુભવાય. તા. ૨૪ મે રવિ- પારિવારિક ચિંતા, ૨૫ સોમ- નોકરી- ધંધાના સંબંધ- વ્યવહારમાં દૂરથી વાતચીત કરવી, ૨૬ મંગળ- વાણીમાં મીઠાશ રાખવી, ગુસ્સો કરવો નહીં, ૨૭ બુધ- ખર્ચ થાય, પરંતુ કામ ઉકેલાય, ૨૮ ગુરૂ- નોકરી- ધંધાના કામ થાય, ૨૯ શુક્ર- આનંદ- ઉત્સાહ રહે, ૩૦ શનિ- પત્ની- સંતાન મિત્રવર્ગનું કામ થાય.

મીન (દ. ચ. ઝ. થ.)

જેઠ મહિનાના પ્રારંભમાં અને મે મહિનાના અંતમાં ચિંતા- ઉદ્વેગ છતાં કામનો ઉકેલ લાવવામાં વ્યસ્ત રહેવું પડે. છૂટછાટવાળા નોકરી- ધંધામાં સાનુકૂળતા રહે. ધંધો- આવક થાય, સંતાનના કામમાં ધ્યાન આપી શકો. સ્થળ- સ્થાનની ફેરફારી અંગે ચિંતા- મુંઝવણ રહ્યા કરે. પારિવારિક, સાંસારિક પ્રશ્નમાં દ્વિધા રહે. નહિં ઘરના કે નહિ ઘાટના જેવી પરિસ્થિતિમાં અટવાયા કરો. તા. ૨૪ મે રવિ- કામની વ્યસ્તતા રહે, ૨૫ સોમ- સગા- સંબંધી મિત્રવર્ગથી સંભાળવું પડે, ૨૬ મંગળ- આરોગ્યની કાળજી રાખવી, ૨૭ બુધ- હળવાશ રહે, ૨૮ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા, ૨૯ શુક્ર- નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો, ૩૦ શનિ- ધર્મકાર્ય કરવું દાન- દક્ષિણા આપવા.



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zYkR2y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages