ડભોઇ તા.૨4 રવિવાર
ડભોઇમાં નગરપાલિકાના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરતા હતા ત્યારે મોબાઇલ શોપના માલિક તેમજ અન્ય એકે નગરપાલિકાના બે કર્મચારી સાથે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોઇ નગરપાલિકાના બે કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ બે કર્મચારીને નગરમાં માસ્ક વગર ફરતા તેમજ દુકાનદાર વેપારી પણ માસ્ક પહેર્યા વગર નજરે પડે તો તેઓ સામે દંડ વસૂલવાની કામગીરી સોંપી હતી તે મુજબ આજે આ બે કર્મચારી અતુલ મહેન્દ્રપ્રસાદ ભટ્ટ તથા રાજેશ પ્રેમચંદભાઈ કટારીયા સ્ટેશન રોડ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બાપુ મોબાઇલ શોપના માલિક તથા તેમના ભાઈ માસ્ક પહેર્યા વગર બેઠેલા નજરે પડતા તેઓએ માસ્ક પહેરવાનુ જણાવતા અને નહીં પહેરો તો દંડ વસૂલવામાં આવશે તેમ કહેતાં બે ભાઈઓ અયાજ હુસેન ઈમ્તિયાઝ હુસેન સૈયદ તથા રિયાઝ ઉર્ફે બટાકી બાપુ ઈમ્તિયાઝ હુસેન સૈયદ નગરપાલિકાના બંને કર્મચારીઓ ઉપર તૂટી પડી માર માર્યો હતો
નગરપાલિકાના રાજુભાઈને છાતીના ભાગે બે ત્રણ મુક્કા મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના સમયે હોમગાર્ડના જવાનોએ દોડી આવી બંને કર્મચારીનો બચાવ થયો હતો. બંને કર્મચારીઓએ નગરપાલિકાના ઓફિસરને લેખિતમાં જાણ કરતા ચીફ ઓફિસરની સૂચના મુજબ ડભોઇ પોલીસે બંને દુકાનદારો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A0kZhU
No comments:
Post a Comment