
ગાંધીનગર,તા. 15 મે 2020, શુક્રવાર
રાજ્યના અન્ય વિસ્તારોની સાથે સાથે પાટનગરમાં પણ ઉનાળાની ગરમી આકરી બની રહી હોય તેમ તાપમાનના પારામાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે અંગ દઝાડતી ગરમી વચ્ચે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીએ આવીને અટક્યું હતું. આમ ગરમીના પારામાં થઇ રહેલાં વધારાથી નગરજનો પણ ત્રસ્ત થઇ ગયાં છે. તો બીજી તરફ આગામી દિવસોમાં હજુ તાપમાનના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમી ગતિ પકડતી હોય તેમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં મોટાભાગના શહેરોમાં ૪૦ ડિગ્રીથી ઉપર ગરમીનો પારો નોંધાઇ રહ્યો છે. આમ આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ અનુભવવા મળી રહી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી ગરમીના પારામાં વધઘટ થઇ રહી છે. ત્યારે ગુરુવારે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેમાં વધારો શુક્રવારે નોંધાતાં તાપમાન ૪૨ ડિગ્રીએ આવીને અટક્યું હતું.
જ્યારે સવારથી જ તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે લઘુત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. તો દિવસ દરમિયાન ગરમ પવનોની સાથે તાપમાનના પારામાં વધારો થતાં સાંજના સમયે ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ આવીને અટક્યો હતો. હાલમાં કોરોનાની મહામારીના પગલે અપાયેલા લોકડાઉનના પગલે મોટાભાગના રહિશો ઘરમાં રહેવાનું સુરક્ષિત માની રહ્યાં છે ત્યારે દિનપ્રતિદિન વધી રહેલી ગરમીના પગલે નગરજનો પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે.
વધી રહેલી ગરમીના કારણે મુખ્યમાર્ગોની આસપાસ વસવાટ કરતાં શ્રમજીવીઓ સહિત પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે. આમ આગામી દિવસોમાં ગરમીના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dOzaoP
No comments:
Post a Comment