
ભાવનગર, તા.15 મે 2020, શુક્રવાર
ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દરદીઓની ચિંતાનો આંકડો સદી વટાવી ચુક્યો છે. તેની વચ્ચે સાજા થતાં દરદીની સંખ્યા રાહત આપનારી છે. મે માસના પ્રથમ બે અઠવાડિયામાં જ ૪૩ દરદીએ કોરોનાને મહાત આપી હોસ્પિટલમાંથી સાજા થઈ રજા મેળવી છે. એટલે કે, ૧૪મી સુધીમાં દરરોજના સરેરાશ ત્રણથી વધુ દરદી કોરોના સામે જંગ જીત્યા છે.
કોરોના પોઝિટિવ દરદીઓને હોસ્પિટલમાં સારવાર આપવાની સરકારે નવી જારી કરેલી ગાઈડલાઈનને કારણે સાજા થતા દરદીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મે માસના પ્રથમ ૧૪ દિવસની વાત કરીએ તો કોરોના પોઝિટિવ ૪૩ દરદીએ મહામારી સામે રિકવરી કરતા તેમને નેગેટીવ જાહેર કરી સાત દિવસના ફરજિયાત હોમ આઈસોલેશનમાં રહેવાની સુચના સાથે સર ટી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ૧૪ દિવસમાં ૪૩ દરદી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં દરદીઓનો રોજનો સરેરાશ આંકડો ત્રણથી વધુ રહ્યો છે.
૧૪મી મે સુધીમાં હોસ્પિટલમાંથી રજા મેળવેલા દરદીઓમાં સૌથી વધુ ૧૪મી મેના રોજ ૧૭ હતા. તેમજ ૧૦મી મેના રોજ એક સાથે ૧૪ દરદીને રજા આપી દેવામાં આવી હતી. ઉપરાંત ૧૨મી મેના રોજ ૦૪, ૮મી મેના રોજ ૦૪, ૭મી મેના રોજ ૦૨, ૫મી મેના રોજ ૦૧ અને ૨જી મેના રોજ ૦૧ દરદી કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fSrrYB
No comments:
Post a Comment