તેલાવીપુરા શાળા જર્જરીત બનતાં વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં ભણવા મજબૂર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

તેલાવીપુરા શાળા જર્જરીત બનતાં વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં ભણવા મજબૂર

મહેસાણા,તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર

જોટાણા તાલુકાના તેલાવીપુરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું પ્રાથમિક શાળાનું મકાન જોખમકારક બની જતાં છેલ્લા સવા વર્ષથી વિદ્યાર્થીઓને અસુવિધા ઉભી થઈ છે. જેથી ખાનગી માલિકીના રહેણાંક મકાનમાં ભણવા મજબૂર બન્યા છે. આ શાળામાં ધો.૧ થી ૮ સુધીના વર્ગોમાં અભ્યાસ કરી રહેલા ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય ઉપર વિપરીત અસરો પડવાની સંભાવના વર્તાઈ રહી છે. સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી સહિત જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

નવાઈની વાત તો એ છે કે તેલાવીપુરાની પ્રાથમિક શાળાનું મકાન ગમે ત્યારે તૂટી જાય તેવી રીતે જર્જરિત બની જતાં કીર્તિસિંહ ભુરાજી ચૌહાણ સહિતના ગ્રામજનો અને શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ વારંવાર મહેસાણાના શિક્ષણાધિકારી સહિત ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરીને શાળામાં અભ્યાસ કરતા ગામના બાળકોની ચિંતા વ્યક્ત કરી પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવા માંગણી કરી છે. પરંતુ તેઓની રજૂઆત પ્રત્યે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો નથી. તેલાવીપુરા પ્રાથમિક શાળા જર્જરીત બનતાં બાળકોની જાનનું જોખમ ઉભું થતાં છેલ્લા સવા વર્ષથી આ શાળામાં શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું છે. અને ગામમાં જ ખાનગી માલિકના રહેણાંક મકાનમાં ધો.૧ થી ૮ સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. અહીં અસુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાડમારીઓ ભોગવવી પડે છે. જેનાથી બાળકોના શિક્ષણ ઉપર પણ વિપરીત અસર જોવા મળે છે.

શાળાનું નવિન મકાન બાંધવા ગ્રામજનોની માંગ

તેલાવીપુરામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાનું મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. જ્યારે છતના પતરાં પણ તૂટી ગયા છે. જર્જરીત બનેલી શાળાથી વિદ્યાર્થીઓ ઉપર ભય સર્જાતા બાળકોને કામચલાઉ સુવિધા વિનાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર થવું પડયું છે. જેથી આ અંગે કાર્તિસિંહ ચૌહાણે મહેસાણાના શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી પ્રાથમિક શાળાનું નવું મકાન ઝડપથી બનાવવા માંગ કરી છે.

6 મહિનાથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહી, આચાર્ય

આ બાબતે આચાર્ય રામલાલે જણાવ્યું કે, શાળાનું મકાન જર્જરીત બની જતાં પાંચ શિક્ષકો અને ૧૧૦ વિદ્યાર્થીઓ સાથે એક  ખાનગી મકાનમાં અભ્યાસ ચાલી રહ્યો છે. ભારે મુશ્કેલીઓ અને નવીન શાળા બનાવવા તાલુકા કક્ષાથી લઈ જિલ્લા સુધી મૌખિક અને લેખીત રજૂઆતો કરી ચુક્યા છે. પરંતુ આજદિન સુધી એકપણ કર્મચારી શાળામાં નિરીક્ષણ માટે  આવ્યા નથી. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SCXNfn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages