થાણેમાં ચાર વર્ષની બાળા પર બે સગીરનો બળાત્કાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 11 February 2020

થાણેમાં ચાર વર્ષની બાળા પર બે સગીરનો બળાત્કાર


મુંબઇ તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર

થાણેના કાસારવડવલી વિસ્તારમાં બાર અને સોળ વર્ષના બે સગીરે એક ચાર વર્ષની બાળા પર બળાત્કાર ગુજારતા હાહાકાર મચી ગયો હતો. ગયા અઠવાડિયે બનેલી આ ઘટના બાદ સ્થાનિકો સોમવારે મોટી સંખ્યામાં થામેની સિવિલ હોસ્પિટલ બહાર પહોંચી ગયા હતા અને  આ બન્ને સગીરો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પીડિતાની સારવાર સિવિલ  હોસ્પિટલમાં ચાલી રહી છે. સ્થાનિકોએ એવો દાવો કર્યો હતો કે સગીર આરોપીઓના પરિવારજનોએ બાળાના વાલીઓને કેસ પાછો ખેંચી લેવા ધમકાવ્યા હતા અને બામાની માતાની  મારપીટ પણ કરી હતી. બાળાના પિતા સ્થાનિક કામદાર છે જ્યારે તેની માતા ઘરકામ કરે છે. ૪ ફેબુ્રઆરીના બાળા જ્યારે ઘરે એકલી હતી ત્યારે આ બન્ને સગીરો જબરજસ્તી ઘરમાં ઘુસી ગયાહતા અને કથિત રીતે બાળા પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.

આ સંદર્ભે બાળાની માતાએ આપેલા નિવેદન અનુસાર જ્યારે તે અને તેનો પતિ કામેથી પાછા ફર્યા ત્યારે તેમણે બાળાના શરીર પર ઇજાના નિશાન જોયા હતા. પાડોશના અમક લોકોએ બાળાની માતાને  જણાવ્યું હતું કે તેમણે આ બન્ને સગીરોને બાળામાં ઘરમાં પ્રવેશતા જોયા હતા. આ ઘટના બાદ બાળાની માતા તેને લઇ હોસ્પિટલમાં દોડી ગઇ હતી અને તે જ્યાં કામ કરે છે તે મહિલાને આ બાબતે જણાવતા તેણે બાળાની માતાને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવી મદદ કરી હતી.

આ સંદર્ભે પોલીસે એવો દાવો કર્યો હતો કે હોસ્પિટલ દ્વારા આ ઘટના બાબતે જ્યારે તેમને જણાવવામાં આવ્યું ત્યારે તેમણે બાળાના પરિવારને આ બાબતે ફરિયાદ નોંધાવવા પ્રેરિત કર્યા હતા અન્યથા આ ઘટનાથી ડરી ગયેલા બાળાના વાલીઓ તો શહેર છોડી જવાની તૈયારીમાં હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UI7KKX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages