ઈકબાલગઢ હાઈવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

ઈકબાલગઢ હાઈવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

અમીરગઢ,પાલનપુર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પાસેથી પસાર થતા પાલનપુર, આબુરોડ નેશનલ હાઈવે નંબર ૩૭ ઉપર સર્જાયેલા  ત્રિપલ અકસ્માતમાં પાલનપુરના માતા-પુત્રી સહિત ત્રણના મોત થવાથી અરેરાટી ભરી ઘટના બની છે. અકસ્માતમાં દસ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા છે.

અમીરગઢ હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહેતા આ અકસ્માતોની હારમાળા વચ્ચે વધુ એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત થતાં ત્રણેયના કરૃણ મોત થયા હતા. જ્યારે દસને ગંભીર ઈજાઓ થતાં સારવારઅર્થે પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઈકબાલગઢ હાઈવે  પર મમતા હોટલ પાસેથી જોધપુરથી ભરૃચ  જાન લઈ જઈ રહેલ લક્ઝરી બસ, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ જણના કરૃણ મોત થયા હતા. 

બનાવની વિગત એવી છે કે જોધપુરથી ભરૃચ તરફ જઈ રહેલ ખાનગી બસ આબુરોડ તરફથી આવી રહી હતી અને કાર તેની ઓરટ્રેકમાં હતી. તે દરમિયાન મમતા હોટલ પરથી ચુનો ભરેલ ટ્રક રોડ પર ચડી રહેતા ટ્રકના ચાલકને સામેથી આવતા બસ તથા કાર ન દેખાતા રોડ પર તડી ગયેલ હતું. જેથી બચાવ માટે બસ તથા કારના ચાલકે પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોર-વે લાઈન રોડ પર ઝડપમાં કંટ્રોલ ન થતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને કારની વચ્ચે આવતા કારના કુરચે કુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે જણનું સારવાર દરમિયાન મોત નિપજેલ હતું. બસમાં સવાર જાનૈયાઓને પણ નાનીમોટી ઈજાઓ થયેલ હતી. અક્સમાતનો અવાજ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા દોડી આવ્યા હતા. જાણના આધારે અમીરગઢ પોલીસ પણ દોડી આવતા ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ઘટનાસ્થળે મરણ જનારને અમીરગઢ સરકારી દવાખાનામાં પીએમ માટે લઈ જવામાં આવેલ હતા. અકસ્માત થતા રોડ પરનો વાહન વ્યવહાર ખોરવાતા એ એન્ડ બી ના સ્ટાફ દ્વારા અકસ્માત થયેલ વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો.

મૃતક

મેઘનાબેન મેહુલભાઈ જોષી, રહે. પાલનપુર, ઉ.વ. ૪૨

આધ્યા મેહુલભાઈ જોષી, રહે. પાનપુર, ઉ.વ. ૧૨

નિતીન ચંદુભાઈ પોપટ, રહે. રાજકોટ

અકસ્માતમાં ઘાયલ

અનંત ધર્મેશભાઈ ખત્રી, રહે. મોખડી, તા. વાલીયા

રાહુલ જયેન્દ્રભાઈ - કહેલી, તા. વાલીયા

આશિષ રમેશભાઈ ચૌધરી, રહે. વરજખમ, તા. માંડવી

નીલ નીતિનભાઈ માધવ, રહે. રાજકોટ

જય નીતિનભાઈ માધવ, રહે. રાજકોટ

મહેલુભાઈ કે. જોષી, રહે. પાલનપુર

જીગ્નેશભાઈ મુરલીધર વારડે, રહે. વાલીયા

ધર્મિષ્ઠાબેન નીતિનભાઈ પોપટ, રહે. રાજકોટ

મયંક દિનેશભાઈ ખત્રી, રહે. સુરત

ગોવિંદ લાલચંદભાઈ ખત્રી, રહે. અંકલેશ્વર



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uzY3DO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages