હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી

પાલનપુર, તા. 09 ફેબ્રુઆરી 2020, રવિવાર

બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલ નવોદય વિદ્યાલયમાં બાળકોની હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસવાના મુદ્દે વિવાદ વકરતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. વિદ્યાલયમાં છેલ્લા છ માસથી ખાવાલાયક ભોજન ના મળવા મામલે વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર પ્રિન્સિપાલને રજુઆતો કરવામાં આવતા આખરે પ્રિન્સિપાલને ભોજનનો વિવાદનો અંત લાવવા માટે મેસના ત્રણ કર્મચારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે.

દાંતીવાડા ખાતે આવેલ કેન્દ્રિય નવોદય સ્કૂલમાં ૯૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ બાકોને હોસ્ટેલની મેસ દ્વારા આપવામાં આવતા હલકી કક્ષાના ભોજન મામલે વિદ્યાર્થીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે ગુણવત્તાહીન ભોજન મામલે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા છ માસથી પ્રિન્સિપાલને રજુાતો કરવામાં આવી રહી છે પરંતુ પ્રિન્સિપલ વિદ્યાર્થીઓની રજુઆતોને ધ્યાનમાં ન લેતા આખરે વિદ્યાર્થીઓએ વિદ્યાલયના કેમ્પસમાં હડતાલ પર ઉતરતા વિદ્યાલયના સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી. ભોજન મામલે વિદ્યાર્થીઓની ઉગ્ર લડત અંગે નવોદય વિદ્યાલયના કમિશ્નર જાણ થતા તેઓએ તાત્કાલિક અસરથી દાંતીવાડા વિદ્યાલયમાં આવેલ ભોજનાલય કુક વિજય રાજગોર, હેલ્પર દિનેશ રાજગોર અને એસ.એમ. ડગલા નામના ત્રણ કર્મચારીઓની તાત્કાલિક અસરથી ભરૃચ નવોદય વિદ્યાલય ખાતે બદલી કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવ્યો હતો.

બદલીમાં પાડાના વાંકે પખાલીને ડામ દેવાયા

દાંતીવાડા નવોદય વિદ્યાલયના પ્રિન્સિપલને અગાઉ ગેરવહીવટ મામલે ઉધમનગરથી દાંતીવાડામાં બદલી કરવામાં આવી હતી. અહીં પણ તેમના ગેરવહીવટથી વિદ્યાર્થીોએ હડતાલ પાડી હતી જેને લઈ કમિશ્નર દ્વારા પ્રિન્સીપાલ સામે કાર્યવાહી કરવાના બદલે મેસના ત્રણ કર્મચારીની બદલી કરતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે.

વેપારીઓને છ માસથી ચુકવણું કરાયું નથી

નવોદય વિદ્યાલયમાં ખાદ્યસામગ્રી પુરી પાડતા વેપારીઓને છેલ્લા છ માસથી ચુકવણું કરવામાં આવ્યું ન હોઈ વેપારીઓએ ખાદ્ય સામગ્રી આપવાનું બંધ કર્યું હોઈ અગાઉ મેસમાં ૮૦  રૃપિયે કિલો બાવના ચોખા અપાતા હતા. જેના બદલે હવે ૩૬ રૃપિયે કિલો ભાવના ચોખા અપાતા હોવાને લઈ વિદ્યાર્થીઓએ લડતનો માર્ગ અપનાવ્યો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38dltNH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages