
પોરબંદર, જામનગર,તા.9 ફેબ્રુઆરી 2020 રવિવાર
પોરબંદરમાં માનસિક બિમારીથી કંટાળી વૃધ્ધાનો આપઘાત કર્યો હતો. ૯ વર્ષથી દવા ચાલુ હોવા છતાં ફરક નહીં પડતા ફિનાઇલના ટીકડા ખાઇ જીવ દીધો હતો. જ્યારે કાલાવડના ભલસાણ બેરાજા ગામે દાઝી ગયેલી મહિલાનું મોત નિપજ્યું હતું.
ભલસાણ બેરાજામાં દાઝી ગયેલી મહિલાનું મોત
પોરબંદરના છાંયા પ્લોટ, શેરી નં. ૧૩માં રહેલા લીલાવંતીબેન રતિલાલ થાનકી (ઉ.વ. ૭૧) ને ૯ વર્ષથી માનસિક બિમારીની દવા ચાલુ હતી અને તેમ છતાં તેને ફરક નહીં પડતા અંતે બિમારીથી કંટાળીને ફિનાઇલના ટીકડા ખાઇ લીધા હતા. સારવાર માટે તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામમાં રહેતી ભારતીબેન મુકેશભાઇ પરમાર નામની ૩૫ વર્ષની પરિણીતા બે દિવસ પહેલા પોતાના ઘેર રસોઇ બનાવતા અકસ્માતે દાઝી ગઇ હતી. આ સમયે આવીને બાજુમાં ઉભો રહેલો નવ વર્ષનો પુત્ર પણ દાઝ્યો હતો. બુમાબુમ થવાથી તેના પતિ મુકેશભાઇ પરમાર પણ દોડી આવ્યા હતા અને બચાવવા જતા હાથે અને પગના ભાગે દાઝી ગયા હતા. જે ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે ભારતીબેનનું મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત તેમના પતિ અને પુત્ર સારવાર હેઠળ છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SvUO8l
No comments:
Post a Comment