શાહીનબાગના દેખાવકારો રોડ બ્લોક ન કરી શકે : સુપ્રીમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

શાહીનબાગના દેખાવકારો રોડ બ્લોક ન કરી શકે : સુપ્રીમ


નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ઘણા દિવસોથી મહિલાઓ ધરણા પર બેઠી છે. જેને પગલે એવા આરોપો થઇ રહ્યા છે કે આ મહિલાઓ જે વિસ્તારમાં ધરણા પર બેઠી છે ત્યાં તેઓએ રોડ પણ બ્લોક કરીને રાખ્યો છે.

જેથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં મહિલાઓને હટાવવા અને રોડ ખુલ્લો મુકવાની માગણી કરતી અરજી થઇ છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી વેળાએ કહ્યું હતું કે શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો આ રીતે રોડ રસ્તાને બ્લોક ન કરી શકે. 

સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે લોકોને ધરણા પ્રદર્શનનો અિધકાર છે પણ આ પ્રદર્શન એવા વિસ્તારમાં થવું જોઇએ કે જેને પ્રદર્શન માટે પસંદ કરાયું હોય આૃથવા જ્યાં મંજૂરી હોય. એવા વિસ્તારો, રોડ રસ્તા કે પાર્કમાં આ પ્રદર્શન ન થવું જોઇએ કે જ્યાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડે.

ન્યાયાધીશ એસ.કે. કૌલ અને કે.એમ. જોસેફની બેંચે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર તેમજ દિલ્હી પોલીસને આ સમગ્ર મામલે નોટિસ પાઠવી છે અને પ્રદર્શનકારીઓને હટાવવાની માગણી કરી રહેલી અરજીનો જવાબ આપવા કહ્યું છે. 

અરજદારોએ એવી દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પ્રદર્શનકારીઓને હટાવવા મુદ્દે કોઇ આદેશ જાહેર કરે, જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે માત્ર તમારો એકનો જ પક્ષ સાંભળીને નિર્ણય ન લઇ શકીએ અમારે આ માટે સરકારો અને પોલીસનો પક્ષ પણ સાંભળવો જરુરી છે.

સમગ્ર દલિલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી ૧૭મી ફેબુ્રઆરીએ હાથ ધરવાનું નક્કી કર્યું છે. જોકે એ પહેલા સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે જો તમારે ખરેખર વિરોધ પ્રદર્શનો જાહેર રાખવા હોય તો પ્રદર્શન માટે જે સૃથળોને ઓળખી કાઢવામાં આવ્યા હોય કે ફાળવવામાં આવે ત્યાં કરવા જોઇએ.

આ રીતે જાહેરમાં રોડ બ્લોક કરવા યોગ્ય નથી. કોર્ટે સાથે કહ્યું હતું કે એક કાયદો છે કે જેને લઇને લોકોમાં વિરોધ છે, હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે છતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓને વિરોધ પ્રદર્શન કરવાનો હક છે. પણ તે એવા સૃથળે થવું જોઇએ કે જ્યાં અન્ય નાગરિકોને પરેશાની ન થાય. 

ચાર માસના બાળકને ધરણાં સ્થળે લઇ જઇ શકાય ? : સુપ્રીમનો સવાલ

શાહીનબાગમાં બાળકોને લઇ જવા મુદ્દે કેન્દ્ર- રાજ્ય સરકારને સુપ્રીમની નોટિસ 

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

શાહીન બાગમાં મહિલાઓ સીએએ, એનઆરસીનો વિરોધ કરવા માટે ઘણા દિવસોથી ધરણા પર બેઠી છે. જોકે થોડા દિવસ પહેલા આ ધરણામાં એક મહિલા પોતાના ચાર માસના બાળકને લાવી હતી જેનું ઠંડીને કારણે મોત નિપજ્યું છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને તે મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. 

સુપ્રીમ કોર્ટમાં એક સગિર વયના યુવકે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી માર્યા ગયેલા બાળક ્અંગે વ્યથા વ્યક્ત કરી હતી જે બાદ સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી હતી અને સમગ્ર મામલે સુઓમોટો લઇને સુનાવણી હાથ ધરી હતી.

જ્યારે આ મામલે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે સમગ્ર મામલે હાજર થયેલી મહિલા વકીલોને સુપ્રીમ કોર્ટની બેંચે સવાલ કર્યો હતો કે શું માત્ર ચાર માસનું બાળક પણ ધરણા પ્રદર્શનમાં ભાગ લઇ શકે? બાદમાં સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચાર માસના બાળકને પણ ધરણા માટે સ્થળ પર લાવવું યોગ્ય નથી.

કોર્ટે બાદમાં એવી સ્પષ્ટતા કરી હતી કે અમે હાલ જે મામલાની સુનાવણી કરી રહ્યા છીએ તેને સીએએ, એનઆરસી સાથે કઇ જ લેવાદેવા નથી. અમારો હતુ માત્ર એટલો જ છે કે એક બાળકને આવા સ્થળે લઇ જવું કેટલુ યોગ્ય છે અને લઇ જઇ શકે કે કેમ? હાલ સમગ્ર મામલે દલિલો સંભળ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે અને ત્યાં સુધી મામલાને મુલતવી રાખ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SAfnAE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages