દિલ્હી: મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની હત્યા કર્યા બાદ હત્યારાએ પણ આત્મહત્યા કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 7 February 2020

દિલ્હી: મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની હત્યા કર્યા બાદ હત્યારાએ પણ આત્મહત્યા કરી

નવી દિલ્હી તા.8 ફેબ્રુઆરી 2020, શનિવાર

પાટનગર નવી દિલ્હીના રોહિણી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હત્યા કરાઇ હતી. થોડીવાર પછી હત્યારાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

બંને એેક જ બેચનાં હતાં એવી જાણકારી મળી હતી. હત્યારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીપાંશુની લાશ કરનાલી પાસે એક કારમાં મળી આવી હતી. જે પિસ્ટલથી દીપાંશુએ મહિલા સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારી હતી એેજ પિસ્ટલથી પોતાની જાતને પણ ઠાર કરી હતી. 

દિલ્હી પોલીસે જણાવ્યા મુજબ મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પ્રીતિ અહલાવત અને દીપાંશુ બંનેએ 2018માં દિલ્હી પોલીસમાં તક મેળવી હતી અ્ને બંને એક જ બેચનાં હતાં. જો કે પ્રીતિની હત્યા દીપાંશુએ શા માટે કરી એની તપાસ પોલીસ કરી રહી હતી.

પ્રીતિ પૂર્વ દિલ્હીમાં પડપડગંજ વિસ્તારમાં ફરજ પર હતી. શુક્રવારે રાત્રે સાડા આઠના સુમારે એ પોતાની ફરજ પૂરી કરીને મેટ્રો દ્વારા ઘર તરફ જવા નીકળી હતી. મેટ્રો સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર હતી ત્યાં એક યુવકે એના પર ત્રણ ગોળીબાર કર્યા હતા અને એમાંની બે ગોળી પ્રીતિને લાગી હતી. ત્રીજી ગોળી પસાર થઇ રહેલી એક કારની બારીમાં વાગી હતી. 

પ્રીતિને એક ગોળી માથામાં લાગી હતી અને ઘટના સ્થળેજ એનું મૃત્યુ થઇ ગયું હતું. 

કોઇએ પોલીસને જાણ કરતાં ફરજ પરની વાન ત્યાં આવી હતી અને મરનારને સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ અહલાવત તરીકે ઓળખી કાઢી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SqCOwg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages