
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
નોકરીની શોધખોળ ક રવા મુંબઇ આવેલી યુવતી પાસે દેહવ્યવસાય કરાવતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ઇન્ટરનેટના માધ્યમથી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે બંગાળની બે યુવતીનો છુટકારો કરાવી વધુ તપાસ આદરી છે. આરોપી જતૂન યાદવ (ઉં.વ.૩૭)ની પોલીસે ધરપકડ કરી છે. વર્ષ અગાઉ યુવતી કામની શોધખોળ કરવા મુંબઇ આવી હતી. ત્યારે કામ આપવાને બહાને આરોપી યાદવ તેમની પાસે દેહવ્યવસાય કરાવવા લાગ્યો હતો. તે સોશિયલ મીડિયા સેક્સ રેકેટ ચલાવતો હતો.
આ બાબતની માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૦ના અધિકારીને મળી હતી. પોલીસે બનાવટી ગ્રાહકની મદદથી સાકીનાકામાં આવેલી હોટેલમાં છાપો મારી આરોપી યાદવને ઝડપી લીધો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vuJSjC
No comments:
Post a Comment