
(પીટીઆઇ) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
એમપીસીબી (મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)એ ઔરંગાબાદના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતી ૧૪૦ કંપનીઓને નોટિસ ફટકારવાની સાથે જ ૮૯ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો તેવી માહિતી એક અધિકારીએ આપી હતી. આ સંદર્ભે એમપીસીબીના વિભાગીય અધિકારી દિલીપ ખેડકરે જણાવ્યું હતું કે પ્રદૂષણનું સ્તર ઘટાડવા આ પગલું ઉપાડવામાં આવ્યું હતું.
ખેડકરે આગળ જણાવ્યું હતું કે લાલ અને કેસરી શ્રેણીની ૧૪૯૬ કંપનીઓમાંથી ૧૪૦ કંપનીઓને એક અઠવાડિયા પહેલા નોટિસો જારી કરવામાં આવી હતી. આ કંપનીઓને ૮૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જે ભરવા ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ની માર્ગદર્શિકા હેઠળ ઔરંગાબાદમાં પ્રદૂષણને નાથવા આ પગલું ઉપાડવામાં આવ્યું છે. ૭૨ જેટલી મોટી કંપનીઓને એક કરોડ રૂપિયાના જ્યારે મધ્યમ સ્તરની કંપનીઓને ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
એનજીટીએ ઔરંગાબાદ સહિત દેશના ૧૦૦ પ્રદૂષિત શહેરોને પ્રદૂષણ નાથવા અમુક સૂચનાઓ આપી હતી. ગયા મહિને એમઆઇડીસીએ પણ લાલ અને કેસરી શ્રેણીની કંપનીઓના વિસ્તરણ પર નિયંત્રણો મૂકી દીધા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SqnsZS
No comments:
Post a Comment