નિર્ભયા કેસના ગુનેગારે ફાંસીથી બચવા સુપ્રીમમાં કહ્યું, 'મારી માનસિક હાલત સારી નથી' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 13 February 2020

નિર્ભયા કેસના ગુનેગારે ફાંસીથી બચવા સુપ્રીમમાં કહ્યું, 'મારી માનસિક હાલત સારી નથી'


નવી દિલ્હી, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર

નિર્ભયા કેસના ગુનેગાર વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એમાં દાવો કર્યો હતો કે તેની માનસિક સિૃથતિ ખરાબ હોવાથી તેને ફાંસી આપવી યોગ્ય નથી. કેન્દ્ર સરકારે આ દલીલના જવાબમાં કહ્યું હતું કે ગુનેગાર શાતિર દિમાગ છે અને એકદમ તંદુરસ્ત છે.

નિર્ભયા કેસના ગુનેગાર વિનય શર્માએ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ તેની દયાની અરજી ફગાવી દીધી હતી. દયાની અરજીમાં તેણે રાષ્ટ્રપતિ સમક્ષ માનસિક હાલત સારી ન હોવાનું કહ્યું હતું. એને માન્ય ન રખાતા વિનયે એ દયાની અરજીના વિરોધમાં સુપ્રીમમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં વિનયની દલીલ હતી કે રાષ્ટ્રપતિએ તેની માનસિક હાલત સિૃથર ન હોવાનો મુદ્દો ધ્યાનમાં લીધો નથી. એ બાબતે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે વિનય શાતિર દિમાગનો ગુનેગાર છે અને તે માનસિક-શારીરિક રીતે એકદમ તંદુરસ્ત છે.

વિનયની અરજીમાં દાવો કરાયો હતો કે જેલમાં તેની સાથે એવો વહેવાર થયો કે તેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ છે. આવી હાલતમાં તેને ફાંસી આપવી યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટ વિનય શર્માની અરજી અંગે વધુ સુનાવણી શુક્રવારે બપોરે બે વાગ્યે હાથ ધરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Wrmge

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages