પાટણ, તા.06 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
મહા વદ સાતમ તારીખ ૧૫મી ફેબુ્રઆરીના રોજ ઐતિહાસિક નગર પાટણનો ૧૨૭૪મો સ્થાપના દિવસ આવી રહ્યો છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ચાલુ વર્ષે પાટણ શહેરમાં ૧૯મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિત અનેક જિલ્લામાં વસતા રાજપૂત સમાજના ભાઈઓને ગામેગામ જઈને આયોજકો દ્વારા આમંત્રણ પત્રિકા આપી તેમને કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
ચક્રવર્તી સમ્રાટ રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકી જેવા મહાન પરાક્રમી રાજા પાટણની ભૂમિ પર થઈ ગયા. જેમના શાસનમાં શિક્ષણ, સંસ્કૃતિ, શિલ્પ સ્થાપત્યને ખુબજ મહત્વ આપવામાં આવ્યું હતું. આવા મહાન રાજવીઓને યાદ કરવા માટે અખિલ રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા છેલ્લા ૧૮ વર્થી પાટણ નગરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે આગામી તા. ૧૫મી ફેબુ્રઆરી ૨૦૨૦ અને મહા વદ સાતમના પવિત્ર દિને ઐતિહાસિક પાટણ નગરના ૧૨૭૪મા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ૧૯મા સ્થાપના દિવસની ઉજવણી સમારોહનું ભવ્ય આયોજન પાટણ શહેરમાં થવાનું છે. આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો અને પાટણ શહેરમાં પાલિકા સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાય છે અને શહેરમાં ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા નીકળે છે. હાલમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ જિલ્લાના પ્રમુખના માર્ગદર્શન નીચે પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લામાં વસતા રાજપૂત સમાજના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લાના પ્રમુખે જણાવ્યું હતું કે પાટણ નગરના સ્થાપના દિવસે દર વર્ષે રાજપૂત દીકરી દ્વારા તલવાર રાસ રજુ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે યોજાનારા ૧૯મા સ્થાપના દિવસ સમારોહ પ્રસંગે ૧૫૦ રાજપૂત દીકરીઓ દ્વારા ભવ્ય તલવાર રાસ રજુ કરવામાં આવનાર છે. હાલમાં આ દીકરીઓને તલવાર રાસની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
રાજપૂતાણીઓએ તલવાર રાસની તાલીમ કેળવી
ઉત્તર ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિની ધરોહર ગણાતા પાટણ શહેરના ૧૨૭૪માં સ્થાપના દિવસને ઐતિહાસિક બનાવવા શહેરીજનો સાથે રાજપૂત સમાજે પુરજોશમાં તૈયારીઓ આદરી દીધી છે. આ અંગે મહેસાણા જિલ્લા અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહામંત્રી અને મહેસાણા જિલ્લા યુવા રાજપૂત યુવા પાંખના પ્રમુખ વિણાબા ઝાલાએ જણાવ્યું કે મહેસાણામાંથી ૩૭ સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાપૂતાણીઓ તલવાર રાસ રમી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vOT0Q3
No comments:
Post a Comment