સાંતલપુર નવા સાદપુરા નજીક કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો જળબંબાકાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 11 February 2020

સાંતલપુર નવા સાદપુરા નજીક કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો જળબંબાકાર

રાધનપુર,તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર

રાધનપુર સાંતલપુર પંથકમાં છેલ્લા કેટલાક વરસોથી નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી પસાર થતી નર્મદાની કેનાલોના રિપેરીંગ બાબતે અને કેનાલમાં પાણી છોડવાની બાબતે નર્મદા નિગમની ઘોર નિષ્ફળતા વારંવાર સામે આવે છે. છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી. જેના કારણે કેનાલો છલકાઈને તુટે અથવા છલકાઈને ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડે છે. આવુ જ કાંઈક માનપુરા કેનાલ છલકાતા ખેતરના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટુ નુકશાન થવા પામ્યું હતું.

સાંતલપુર તાલુકાના નવા સાદરપુરા નજીકથી પસાર થતી માનપુરા માયનોર કેનાલમાં બેફામ પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલની કેપેસીટી બહાર પાણી છોડવામાં આવતા નવા સાદપુરા પાસે કેનાલ ઓવરફ્લો થવા પામી હતી અને કેનાલની બહાર પાણી વહેવા લાગ્યું હતું. જેના કારણે કેનાલનીબાજુમાં નાખવામાં આવેલ માટી ધોવાઈ હતી. કેનાલમાં પાણી વધારે છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થતા અહી આવેલ ખેતરોમાં ઉભાપાકમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે વહેલી સવારથી ઓવરફ્લો થતી કેનાલમાં પાણી મોડે સુધી બંધ કરવામાં ના આવતા સાદપુરાના ખેડૂત ઈકબાલખાન કરીમખાન મલેકના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં જુરી અને ઘઉંના પાકને નુકશાન થવા પામ્યું હતું. ઈકબાલખાને જણાવ્યું હતું કે અમારા ખેતર પાસે સીઝનમાં ત્રીજી વખત કેનાલ ઓવરફ્લો થઈ છે. આ વખતે રૃ.૫૦ હજારનો ખર્ચ કરી જીરૃ, ઘઉંનુ વાવેતર કરેલ હતું. પરંતુ કેનાલ ઓવરફ્લો થતા કેનાલનું પાણી મારા ૧૦ વિઘાના ખેતરમાં ફરી વળતા તમામ પાક નિષ્ફળ જશે તેવું તેમને જણાવ્યું હતું. અગાઉ પણ કેનાલ ઓવરફ્લો થઈ હતી. જે બાબતે નર્મદાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ નર્મદાના અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે આજે અમારે નુકશાની ભોગવવી પડતી હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. નર્મદા નિગમ દ્વારા કેનાલોના ગેટ ખોલવા અને બંધ કરવા ઓપરેટરો રાખવામાં આવે છે પરંતુ કેનાલ ઓપરેટરો માટેનો ખર્ચ માત્ર કાગળો પર જ પાડવામાં આવતો હોય તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39nAVHe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages