સંયુક્ત કુટુંબો તૂટતાં લગ્ન માટે પાત્રો શોધવામાં મુશ્કેલી વધી છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 4 February 2020

સંયુક્ત કુટુંબો તૂટતાં લગ્ન માટે પાત્રો શોધવામાં મુશ્કેલી વધી છે


૧૪મી જાન્યુઆરી પહેલાં લગ્નમેળાની મોસમ હતી તો હવે લગ્નોની મોસમ ચાલે છે. દરેક જ્ઞાાતિ લગ્નમેળા યોજે છે જે દર્શાવેછે કે કુંવારાઓની જમાત મોટી છે. જો તમારા હાથમાં કોઇ જ્ઞાાતિના લગ્નમેળાનું પુસ્તક આવે તો તેના ઉમેદવારોની યાદી ફંફોસજો, તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના ઉમેદવારો ત્રીસી વટાવી ગયેલા હોય છે.

દલીલ એવી છે કે યુવક-યુવતીઓ પોતાની કેરીયરમાં ધ્યાન વધારે આપે છે એટલે લગ્ન સંબંધી વિચાર બહુ નથી કરતા. પોતે પગભર થાય પછી લગ્ન એવા વિચારો પ્રબળ બનવાના કારણે હવેનો યુવા વર્ગ જોઇ વિચારીને લગ્ન બંધનથી જોડાય છે. તે પોતાના જીવનની જવાબદારી ઉઠાવવા માંગે છે. 

કુટુંબ કહે ત્યાં લગ્ન કરવાનો સમય હવે નથી રહ્યો, હવે બંને પાત્ર એક બીજાને ગમતા હોય તો કુંડળી-શિક્ષણ-આર્થિક સ્થિતિ વગેરેને બાજુ પર મુકી દેવાય છે. પરંતુ સમસ્યા યોગ્ય પાત્ર શોધવાની છે. સંયુક્ત કુટુંબોની વિદાયના કારણે જ્ઞાાતિમાં લગ્ન મેળા યોજવા પડે છે. યોગ્ય પાત્ર શોધવું એ કટુંબના વડાઓ માટે માથાના દુખાવા સમાન હોય છે.

જોે કે હવે યોગ્ય પાત્રની પસંદગી એ ધીકતો ધંધો બની ગયો છે. મેટ્રીમોનીયલ વેબસાઇટો લાખોમાં કમાણી કરી રહી છે. ઇન્ટરનેટ વર્કના આધારે ઉભી કરાતી સિસ્ટમ ઓટોમેશન સાથે સંકળાયેલી હોય છે હવેતો તો તેને મોડીફાઇડ કરાઇ છે. વિવિધ રીતે એન્ટ્રીના રુપિયા ખંખેરાય છે. ખંખેરાય શબ્દ એટલા માટે વાપર્યો છે કે આવી વેબસાઇટો ધાર્યા પરિણામો આપી શકતી નથી. 

આવી વેબસાઇટો તમામ માટે એન્ટ્રી મફત રાખે છે. પરંતુ તેમને સંપર્ક કરવાના નામે પાંચેક હજાર જેવી એન્ટ્રી ફી લે છે. આવી વેબસાઇટો એન્ટ્રી સાચી હોવાનો દાવો કરે છે છતાં અનેક લોકો પસંદગીના નામે છેતરાતા આવ્યા છે. ગમતા પાત્ર સાથે ટેલિફોનીક ટેાક કરવાની સેવાની વેબસાઇટો ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) રુપિયા લેતા હોય છે.

સાવ અજાણ્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું એ આવકાર્ય નથી હોતું પરંતુ કેટલાક ટાઇમ પાસ કરવા પણ તેમાં એન્ટ્રી નોંધાવતા હોય છે. કેટલાક યુવકો પોતાના વિશે ખોટી માહિતી આપીને યુવતીઓને  લલચાવતા હોય છે. ઓનલાઇન સિસ્ટમ એવી છે કે તેમાં ઉમેદવાર મેરીડ છે કે અન મેરીડ તેના માહિતી માત્ર ટીક કરીને આપવાની હોય છે.

ઓનલાઇન છેતરપીંડી કરનારાઓ માટે અહીં ફાવતું મળી રહે છે. તે પોતાની સાચી વિગતો છુપાવીને પોતાની જાતને મોટો રાજા હોય એમ ચિતરે છે. હકીકતે તે એક કરુબાજ હોય છે. તે રુપિયા ભરીને એન્ટ્રી લે છે અને દરેકને પોતાની પસંદગી મોકલી આપે છે.

આા લોકોને ઇન્ટરનેટ પરના હેકર્સ સાથે સરખાવી શકાય છે. તે લોકો જાળ બીછાવીને બેસી રહે છે. એકાદ મહિનામાં કોઇ યુવતી ફસાય તો તેને મેરેજની લાલચ આપે છે અને પછી બિચારીનું શોષણ કરે છે.  

ઓન લાઇન છેતરપીંડી કરનારાઓએેે કોઇ પણ ક્ષેત્ર છોડયું નથી. મેટ્રીમોનીયલ વેબસાઇટો સર્ફીંગ કરનારાઓની પસંદગી માપી લેતા હોય છે. કેટલીક સાઇટો યુવતીઓનો બાયોડેટા મફતમાં સમાવતા હોય છે. તેમાં એન્ટ્રી લેનારાની તમામ આશાઓ પર પાણી ફેરવી દેવાય છે.  

વિવિધ કેટેગરી માટે ઓફર કરાય છે. તમે ઓનલાઇન કોઇ પાત્ર પસંદ કરો તો તે સામે વાળા સુધી તેનો મેસેજ ભાગ્યેજ પહેંાચાડવામાં આવે છે. સર્ફીંગ કરનારાની ગરજને પણ ઓનલાઇન માપી લેવામાં આવે છે. 

કેટલીક વેબસાઇટો લગ્ન ના થાય ત્યાં સુધીની તગડી ફીની ઓફર કરે છે. કેટલીક સાઇટો માત્ર પૈસાદારો માટેજ ચલાવાતી હોવાનો દાવો કરે છે. મોટા ભાગે છેતરપીંડી ડોટ કોમનો ભાસ થતો હોય છે.

કોન્સેપ્ટ ઘણો સારો છે પણ તે પ્રોફેશનલોના હાથમાં આવી ગયો છે. પહેલી નજરે એમ લાગે કે ગમતા પાત્ર શોધવા માટેનો બીજો કોઇ વિકલ્પ નથી. ક્યાંતો અખબારોમાં લગ્ન વિષયકની જાહેરાતનો ઉપયોગ કરવો પડે કે જ્ઞાાતિ ધ્વારા યોજાતા લગ્નમેળા પર ભરોસો રાખવો પડે. કેટલાક સેવાભાવીઓ લગ્ન વાંચ્છુઓનો  લોકોને પસંદગીનું મોટું ફલક જોઇતું હોય છે તે મેટ્રીમોનીયલ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. તમારી પાસે મોટું ગૃપ હોય તો મેટ્રીમોનીયલ વેબસાઇટ એ ધીકતો ધંધો બની શકે છે.

હકીકત તો એ છે કે દરેક જ્ઞાાતિએ પોતાના કુટુંબો માટેની પર્સનલ વેબસાઇટ ઉભી કરવી જોઇએ જેથી પોતાની જ્ઞાાતિનું પાત્ર મેળવવામાં સરળતા રહે. પાત્રોની પસંદગી માટેના મોટા થોથા જેવા પુસ્તકો અર્થહીન સાબિત થઇ રહ્યા છે.

- પ્રસંગપટ



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ZxTsF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages