મહેસાણા તા.08 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
મહેસાણામાં શુક્રવારના રોજ બંધારણીય આંદોલન સમિતિ દ્વારા જનક્રાંતિ આંદોલનના મંડાણ શરૃ થયા હતા. ત્યારબાદ આજે બંધારણીય અનામત આંદોલન સમિતિ દ્વારા એસસી, એસટી, ઓબીસીના તમામ ધારાસભ્યોને અનામત મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આગામી તા.૧૧ ફેબુ્રઆરી સુધી આ તમામ ધારાસભ્યોએ પોતાનો મત આ મુદ્દે આપવો પડશે. મંગળવાર એટલે કે તા.૧૨ના રોજ તમામ ધારાસભ્યોના નામ મહેસાણા અથવા ગાંધીનગર ખાતે જાહેર કરશે.
બંધારણીય અનામત આંદોલન સમિતિએ જણાવ્યું કે, આ લડાઇ કોઇ રાજનૈતિક નથી સમાજના હિતમાટે છે જાતિ વર્ગ વિરોધી નથી ૮૫ ટકા જેટલી જનસંખ્યા ધરાવતા લોકોને ઠરાવથી અન્યાય થયો છે. અમારી મહિલાઓને ન્યાય આપો આ લડતમાં ગુજરાતના એસસી , એસટી, ઓબીસીના ૧૦૩ જેટલા ધારાસભ્યોને લડતમાં સાથ આપવા લેખિત બાંહેધરી આપી જોડાવા અપીલ કરી છે. અને જો સાથ સહકાર નહી આપે તો કોઇને પણ છોડવામાં આવશે નહી.રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત રાજ્યમાં વર્ગ-વિગૃહ ઉભો કરી રહ્યા છે. એક સમાજ આંદલન આપેતો તેની સામે બાધામાટે ચર્ચા કરે છે. બંધારણીય અનામત આંદોલન સમિતિના વિષ્ણુ દેસાઈએ જણાવ્યું કે તા.૧૧ ફેબુ્રઆરી સુધી તમામ એસસી, એસટી, ઓબીસીના ૧૦૩ ધારાસભ્યોએ અનામત મુદ્દે અમને લેખીતમાં પોતાનો મત આપવો પડશે. ત્યારબાદ તા.૧૨ ફેબુ્રઆરીના રોજ મહેસાણા અથવા ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી જે પણ ધારાસભ્યએ મત આપ્યો છે તેમના નામ જાહેર થશે. તેમજ જેમણે મત નહી આપ્યો હોય તેમના પણ નામ જાહેર કરી આગામી રણનીતિ કરવામાં આવશે.
ગાંધીનગરમાં બુધવારે સવર્ણ સમાજના લોકો એકઠા થઈ રણનીતિ ઘડશે
બિન અનામત વર્ગમાં આવતી તમામ જાતિઓએ બેઠકો કરી, બિન અનામત વર્ગ ઠરાવ યથાવત રાખવા મક્કમ
બંધારણીય અનામત આંદોલન સમિતિએ તેમના ૧૦૩ ધારાસભ્યોને અલ્ટીમેટમ આપ્યા બાદ બિન અનામત વર્ગની તમામ જાતિઓએ પણ બેઠકો શરૃ કરી છે. આ ઠરાવ યથાવત રાખવા બિન અનામતવર્ગ મક્કમ થયો છે. અને આગામી બુધવારે ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન પણ કર્યું છે. બિન અનામત વર્ગમાંથી સત્તાવાર જાણવા મળતી વિગત મુજબ આગામી તા.૧૨ના રોજ ગાંધીનગર ખાતે હજારો લોકો એકઠા થવાના છે. અને સરકારને ભરતીનો ઠરાવ યથાવત રાખવાની માંગ કરવાના છે. આ માટે ગામડે-ગામડે ખાટલા પરિષદો પણ શરૃ થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ અનામત વર્ગ આગામી તા.૧૨ના રોજ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ કરવાનો છે. ત્યારે અનામત અને બિન અનામત વર્ગોના આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ ન થાય તે જોવાની તમામ જવાબદારી ગાંધીનગર પોલીસની રહેશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38fNpAI
No comments:
Post a Comment