છત્તીસગઢમાં મહિલા ધારાસભ્યની મહિલા આઇપીએસ પોલીસ અધિકારીને ધમકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 14 February 2020

છત્તીસગઢમાં મહિલા ધારાસભ્યની મહિલા આઇપીએસ પોલીસ અધિકારીને ધમકી


રાયપુર, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

છત્તીસગઢમાં કસટોલમાં બે મહિલાઓ વચ્ચે બરાબરની જામી હતી.મહિલા આઇપીએસ અિધકારી વિસ્તારના સૃથાનિક ધારાસભ્ય સાથે ઝગડી પડી હતી અને ધારાસભ્યે પોલીસને તેની ઔકાત બતાવી દેવાની ધમકી આપી હતી.

તેમની વચ્ચેની અંટસ એટલી હદે વણસી ગઇ હતી ેકે ધારાસભ્ય શંકુતલા સાહુએ પોલીસ અિધકારી અંકિતા શર્માને મોટા અવાજે ધમકી આપી દીધી હતી. તેમની વચ્ચેનો વિડીયો વાયરલ થતાં ખૂબ ચર્ચા થઇ હતી.

બલૌદાબજારમાં ફરજ પર મૂકાયેલી અંકિતા શર્મા અને કસડોલની કોંગ્રેસની ધારાસભ્ય શકુંતલા શર્મા જોરજોરથી એકબીજા પર બુમો પાડતા દેખાયા હતા. તેમને વચ્ચેની ચડસાચડસી એટલી હદે પહોંચી ગઇ હતી કે શકુંતલા શર્માએ તો અંકિતાને જોઇ લેવાની અને પોતાની ઔકાતમાં રહેવાની પણ ધમકી આપી દીધી હતી.

વાસ્તવમાં એક સીમેન્ટની ફેકટરીમાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સૃથાનિક ધારાસભ્ય હોવાના નાતે શકુંતલા ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ પર ગુસ્સે થયા હતા.

મામલો એ વખતે બિચકી ગયો જ્યારે વળતર આપવા માટે ચર્ચી અને સામસામે દલીલો શરૂ થઇ હતી. પ્રશાસને મધ્યસૃથી કરતાં અંતે મરનારના પરિવાર વાળા વળતર લેવા તૈયાર થઇ ગયા હતા, પરંતુ ધારાસભ્ય શકુંતલાને આ વાત ગમી ન હતી.

તેમણે મૃત્યદેહને લઇ જઇ અંતિમ સંસ્કાર કરવાની પણ બાંહેધરી આપી ત્યાંથી રવાના થઇ ગયા હતા. પરંતુ ધારાસભ્યનું પ્રદર્શન અને વિરોધ જારી રહ્યું હતું. સાંજ પડી જતાં તેને કન્ટ્રોલ કરવા અંકિતા શર્મા આવી પહોંચી હતી અને ત્યાં જ ધારાસભ્ય સાથે જીભાજોડી થઇ હતી.શર્માએ શાંતિપૂર્વક પ્રદર્શન કરવા કહેતા શકુંતલા ગુસ્સે ભરાઇ હતી.

અંકિતા શર્માએ કોંગ્રેસના કાર્યકર્તાઓને શાંતિપૂર્વક ધરણા કરવા સલાહ આપતી ધારાસભ્ય શકુંતલા ગુસ્સે ભરાયા હતા અને બેંને મહિલાઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ હતી. મામલો એટલો વણસી ગયો હતો કે ધારાસભ્ય શકુંતલાએ આઇપીએસ અંકિતાના ઔકાતમાં રહેવાની ધમકી સુધૃધાં આપી દીધી હતી.

શકંુતલાએ અંકિતા શર્માને કહ્યું હતું કે ' યોગ્ય રીતે અને શાંતિથી રહેજે, નહીંતર તારી ઔકાત બતાવી દઇશ'.આ સાંભળી અંકિતા શર્માએ પણ ધારાસભ્યને સામે જવાબ આપ્યો હતો કે તમે પણ હદમાં રહેજો અને મારી ઔકાતની વાત ના કરતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38rMWM0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages