કોરોના વાયરસનો હવે રોમાન્સ પર કહેર, કિસિંગ માટે લેવાયો આ નિર્ણય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

કોરોના વાયરસનો હવે રોમાન્સ પર કહેર, કિસિંગ માટે લેવાયો આ નિર્ણય

બેઈજિંગ, તા. 10 ફેબ્રુઆરી 2020 સોમવાર

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં 910થી વધારે લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય અત્યાર સુધી સમગ્ર દુનિયામાં 40, 554 લોકો બીમાર થઈ ચૂક્યા છે. આ દરમિયાન તાઈવાને નાના અને મોટા પડદા પર રોમાન્સ, કિસિંગ અને અંગત વાતચીત ફિલ્માવાને લઈને મોટો નિર્ણય લીધો છે. 

જોકે, કોરોના વાયરસના ડરથી તાઈવાને ફિલ્મો અને સીરિયલોમાં કિસિંગ સીનની શૂટિંગ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. એટલુ જ નહીં શૂટિંગ દરમિયાન અભિનેતા અને અભિનેત્રીઓને વધારે નજીક ના આવવાની પણ સલાહ આપવામાં આવી છે. 

તાઈવાનની ન્યુઝ એજન્સી યુનાઈટેડ ડેલીની રિપોર્ટ અનુસાર મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યુ છે કે ચીનના વુહાન શહેરમાંથી ફેલાવેલા આ જીવલેણ સંક્રમણ અત્યારે આ પરિસ્થિતિ સુધી પહોંચી ગયા કે કિસિંગ સીન પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. 

તાઈવાનમાં ફિલ્માંકન ચાલુ રહેશે જ્યાં વાયરસની સ્થિતિ ખરાબ છે ત્યાં વધારે સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી છે. 

તાઈવાનમાં ફોરમોસા ટીવી પર પ્રસારિત થનારી સીરિયલ ગોલ્ડલ સિટીમાં એકટ્રેસ મિયા ચિઉ અને એક્ટર જૂન ફૂ વચ્ચે ઘણા કિસિંગ સીન દેખાડવામાં આવ્યા છે પરંતુ અત્યારે આ બંને કોરોના વાયરસના ડરમાં કિસિંગ સીન આપી શકતા નથી. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hdrb6k

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages