સેક્સ લાઈફમાં આ 5 કારણથી મહિલાઓ નથી થતી સંતુષ્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

સેક્સ લાઈફમાં આ 5 કારણથી મહિલાઓ નથી થતી સંતુષ્ટ


નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

રિલેશનશીપમાં સેક્સ મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી સંતુષ્ટ નથી હોતી. આ બાબતે તેઓ મુક્તમને ચર્ચા પણ કરતી નથી. આ કારણે તે મનોમન ફ્રસ્ટેટશમાં રહે છે. તેવામાં જાણવું જરૂરી હોય છે કે એવા કયા કારણો છે જેનાથી મહિલાઓ સેક્સ લાઈફ પ્રત્યે અસંતોષ અનુભવે છે. 

1. લાગણી ન હોવી

મહિલાઓને જો કોઈ સંબંધમાં તેના પ્રત્યે પ્રેમ, સ્નેહ કે સમ્માન ન મળે તો તેની લાગણી ઘટી જાય છે. આવી સ્થિતિમાં ફિઝિકલ ઈંટિમસી વિશે તે વિચારી પણ શકતી નથી. જો તે ઈન્વોલ્વ થાય તો પણ તેનો આનંદ નથી હોતો. 

2. વધારે વ્યસ્ત હોવું

મોટાભાગની મહિલાઓને ઘરના કામ સાથે અનેક જવાબદારીઓ નિભાવવી પડે છે. તેનાથી તેમને માનસિક તેમજ શારીરિક થાક પણ લાગે છે. તેના કારણે તેમને સેક્સમાં રસ અને આનંદ મળતો નથી. 

3. બોરિંગ સેક્સ

સેક્સ લાઈફ બોરિંગ બની જાય અથવા તો તેમાં કોઈ પ્રકારના ઈમોશન ન હોય તો મહિલાઓ અસંતુષ્ટ જ રહે છે. જો પાર્ટનર માત્ર શારીરિક સુખ માણવા સેક્સ કરે અને ઈમોશનલ ન હોય તો મહિલા પણ ફિઝિકલ થવાથી દૂર રહે છે. 

4. સેક્સી ફીલ ન થવું

મહિલાઓ પોતાના લુક્સને લઈ સેંસિટવ હોય છે. વધેલું વજન, પાર્ટનરનું આકર્ષણ ઘટે તો પણ તેઓ સેક્સ દરમિયાન કંફર્ટેબલ નથી હોતી. 

5. સેક્સુઅલ ફ્રેસ્ટેશન

મોટાભાગની સ્ત્રીઓ પોતાના પાર્ટનરને જણાવતી નથી કે તે તેમને ફિઝિકલ એક્ટિવિટીમાં શું ગમે છે અને શું નહીં. તેના કારણે મોટાભાગે તેઓ ઓર્ગેઝમ ફીલ કરતી નથી અને માત્ર દેખાવ કરે છે. આ આદત ધીરે ધીરે સેક્સને કંટાળાજનક બનાવે છે. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vgp5A6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages