બેડવા ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં સગા ભાઈ-બહેનનાં મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

બેડવા ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં સગા ભાઈ-બહેનનાં મોત


આણંદ, તા.06 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ જિલ્લાના બેડવા ગામની સીમમાં કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં વડોદરાના સગા ભાઈ-બહેનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અમદાવાદથી ભત્રીજીની સાસરીમાં પૂજા કરી વડોદરા પરત ફરતી વેળાએ અકસ્માત નડતા એક જ પરિવારના બે સભ્યોના મોતથી શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

આણંદ જિલ્લાના બેડવા ગામ પાસે સાંજના પાંચ વાગ્યાના સુમારે અમદાવાદથી વડોદરા જઈ રહેલી કાર એકાએક કન્ટેનર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર સગા ભાઈ બહેનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નોંધનીય છે કે, આગામી રવિવારે જ અકસ્માતમાં જીવ ગુમાવનાર ભાઈ-બહેનની ભત્રીજીના લગ્ન હોઈ બંને અમદાવાદ ખાતે ભત્રીજીની સાસરીમાં પૂજા કરી વડોદરા પરત ફરી રહ્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H3Egz7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages