નડિયાદમાં ખટારા માર્કેટનો રસ્તો છેલ્લા 40 વર્ષથી બન્યો જ નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

નડિયાદમાં ખટારા માર્કેટનો રસ્તો છેલ્લા 40 વર્ષથી બન્યો જ નથી


નડિયાદ,તા.06 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

નડિયાદ શહેરમાં આવેલ નગર પાલિકાના ગેટથી સોશ્યલ ક્લબ રોડને જોડતો ખટારા (ટ્રાન્સપોર્ટ)માર્કેટવાળો રસ્તો છેલ્લા ૪૦ વર્ષથી બન્યો નથી.જેના કારણે હાલ આ રોડ બિસ્માર બની ગયો છે અને ઠેર ઠેર ખાડા પડી જતા રોડ ધુળિયો પણ બન્યો છે. આ ઉપરાંત આ રોડ પર ઠેર ઠેર ગંદકીના ઢગ પણ જામેલા છે. જેને કારણે અહીંથી પસાર થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

નડિયાદ શહેરના પાલિકાની કંપાઉન્ડ વોલ પૂરી થતા ગેટ આવે છે.આ ગેટને અડીને ખટારા(ટ્રાન્સપોર્ટ)માર્કેટ આવેલી છે.આ રોડથી સોશ્યલ ક્લબને જોડતો માર્ગ છેલ્લા ૪૦ વર્ષોથી જૈસેથે ની જ સ્થિતિમાં છે. એટલે કે આ રોડ ક્યારેય રીનોવેટ કરાયો નથી. જેના કારણે હાલ આ રોડ ધુળીયો બન્યો છે.અહી મુખ્ય ટ્રાન્સપોર્ટનો વ્યાપાર થતો હોવાથી ભારેવાહનોની ચોવીસ કલાક અવર જવર રહે છે. આ રોડ છેલ્લા કેટલાય વર્ષોથી ન બનતા અહી વસવાટ કરતા અને આવન જાવન કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત રોડ પર ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજય ખડકાયેલુ જોવા મળી રહ્યુ છે.

નડિયાદ નગર પાલિકા કચેરીથી માત્ર ૫૦ મીટરના અંતરે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલ શેરકંડ તળાવની આસપાસ પણ ભારે ગંદકી છે. ચોમાસામાં અહી કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે.આ વિસ્તારનો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી બન્યો નથી.

પાલિકા માત્ર ખાડા પૂરી સંતોષ માને છે.પરંતુ રોડ બનાવવાનુ કોઇ આયોજન કર્યુ નથી.કેટલાય પ્રમુખો બદલાયા અને કેટલાય સભ્યો આવ્યા તેમ છતા આ રોડ બનાવવાનુ કોઇને સુઝયુ નથી.નડિયાદ પાલિકા આ રસ્તો બનાવવાનુ ભૂલી ગઇ હોય તેવુ સ્થાનિક નાગરિકો અનુભવી રહ્યા છે.તંત્ર દ્વારા સત્વરે આવનાર સામાન્ય સભામાં આ રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/383ESko

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages