
ગાંધીનગર, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
ગાંધીનગર કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં આજે કમિશનરે રજુ કરેલા ડ્રાફટ બજેટને સુધારા વધારા સાથે મંજુર કરાયું હતું. જેમાં સભાસદોની ૯.પ૦ લાખની ગ્રાન્ટમાં ત્રણ લાખનો વધારો કરી ૧ર.પ૦ લાખની કરવામાં આવી છે એટલું જ નહીં કોર્પોરેટરોના તાલીમ માટે પણ ૧પ લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. તો મેયરના સૂચના મુજબના લોકસુવિધાના કામોમાં બે ભાગ કરીને કેપિટલ કામોમાં ૧.૭પ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
ગાંધીનગર કોર્પોરેશનનું નવા વર્ષના ડ્રાફટ બજેટ સંદર્ભે આજે સ્થાયી સમિતિ મળેલી બેઠકમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત શહેરની સફાઈ મામલે કમિશનરે કરેલી ૧૩ કરોડની જોગવાઈને અલગ અલગ તબક્કામાં વહેંચી દેવામાં આવી હતી અને નવી વોર્ડ કચેરીઓ માટે દસ લાખનો વધારો કરી ૧પ લાખ મંજુર કર્યા હતા તો વોર્ડ કચેરીના રીનોવેશનમાં વધારો કરીને ૧પ લાખ ફાળવાયા હતા તો રંગમંચના નવીનીકરણ અને નીભાવણી ખર્ચ માટે કમિશનરે એક કરોડની જોગવાઈ કરી હતી જેમાં ત્રણ કરોડનો વધારો કરીને ચાર કરોડ કરાયા હતા તો ગાંધીનગર શહેરમાં સીટી બસ સ્ટેન્ડ માટે કમિશનરે બે કરોડની જોગવાઈ કરી હતી જે સ્થાયી સમિતિએ કાઢી નાંખી છે.
તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી રહેણાંકોમાં સોલાર યોજના અંતર્ગત સબસીડી માટે કમિશનરે ૬૦ લાખની જોગવાઈ કરી હતી જેમાં ૪૦ લાખનો વધારો કરીને સ્થાયી સમિતિએ એક કરોડની કરી છે. તો કમિશનરના ડીસ્ક્રીસનરી ખર્ચમાં દસ લાખનો ઘટાડો સ્થાયી સમિતિએ કરી દીધો હતો. તો મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે સ્થાયી સમિતિએ ૧પ લાખની જોગવાઈ કરી છે એટલું જ નહીં સભાસદોને અત્યાર સુધી ૯.પ૦ લાખની ગ્રાન્ટ મળતી હતી તેમાં ત્રણ લાખનો વધારો કરીને ૧ર.પ૦ લાખ કરવામાં આવી છે.
કમિશનરે સૂચવેલી ગ્રાન્ટમાં સ્થાયી સમિતિએ ૯૬ લાખનો વધારો કર્યો છે. તો ગાંધીનગર શહેરમાં સેકટરોની ફરતે કંપાઉન્ડ વોલ બનાવવા માટે કમિશનરના પાંચ કરોડના અંદાજની સામે સમિતિએ બે કરોડનો વધારો કરી સાત કરોડ કર્યા છે તો આકસ્મિક રોગચાળા સામે દસ લાખના રાહત ખર્ચની સામે સમિતિએ દસ લાખનો વધારો કરી તેને વીસ લાખ કરી દીધો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેનિટેશનના વાહનો અને સાધનો માટે કમિશનરે ૧૦.પ૦ કરોડની જોગવાઈ કરી હતી જેમાં પ.પ૬ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના બગીચાઓના નવીનીકરણની કામગીરી માટે એક કરોડનો ઘટાડો કરાયો છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38tliyd
No comments:
Post a Comment