
ભુજ, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
તાજેતરમાં કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓએ એક પ્રોજેક્ટ હેઠળ કરેલા સર્વેમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ખુશ મીજાજી ગણાતા ભુજવાસીઓ ભારતમાં સરેરાશ ૬.૫ ટકા સામે ભુજમાં સરેરાશ ૯ ટકા લોકો ડિપ્રેશનથી પીડાય છે. જોકે ભુજનો એકંદર આરોગ્ય સ્કોર ૭.૪૯ ટકા જેટલો સારો પણ છે.
કચ્છની ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં ૫૨,૦૦૦ પ્રશ્નો ૧૪૮૪ લોકોને પુછવામાં આવ્યા હતા. જેમાંથી ભુજમાં હેલ્થ સ્કોર ૭.૪૯ ટકા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિભાગના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.
જેમાં એક સર્વે મુજબ બહારથી તંદુરસ્ત દેખાતા ભુજવાસીઓ અંદરથી માનસિક પીડાના કારણે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. દુનિયામાં ૪.૪ ટકા, ભારતમાં ૬.૫ ટકાના સરખામણીએ જિલ્લામથક ભુજમાં ૯ ટકા લોકો માનસિક દુવિધાથી પીડાય છે. આંકડાની દ્રષ્ટીએ આ બંક મોટો ગણાય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ઉંમરથી દ્રષ્ટીએ જોતા ૨૦ થી ૨૫ ની વય ધરાવતો યુવા વર્ગ વધુ તનાવગ્રસ્ત છે. તેમાં પણ પુરૂષોની સરખામણીએ સ્ત્રીવર્ગમાં આ સમસ્યા બમણી જોવા મળે છે. ત્યારે વધુ પૈસાદાર લોકો પણ વધુ ટેન્શનમાં જોવા મળે છે. તો નિયમીત ધ્યાન કરતા લોકો માનસિક બિમારીમાં ઓછા પીડાય છે.
ભુજમાં નિયમિત આરોગ્યની ચકાસણી કરાવતા લોકો માત્ર ૨૨ ટકા છે. આ ઉપરથી સાબિત થાય છે કે પોતાના આરોગ્યની જાળવણી ચેકઅપ બાબતે લોકોએ જાગૃત થવાની જરૂર છે તથા સમયાનુસાર આરોગ્યનું પરીક્ષણ કરાવવું જરૂરી છે. ભુજવાસીઓ ખેલકુદમાં પણ સારી રૂચી ધરાવે છે. ૧૪૮૪ માંથી ૧૫ ટકા જેટલા લોકો નિયમીત રમત-ગમતમાં ભાગ લેતા હોય છે. જ્યારે ૩૨ ટકા લોકો જીવનવીમો ભરે છે. બોડી માસ ઈન્ડેકસના આધારે દર બીજી વ્યક્તિ સ્થુળતાનો ભોગ બનતી હોવાનો ચોંકાવનારો આંક બહાર આવ્યો છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bxpkat
No comments:
Post a Comment