શહેરમાં ધીમી ગતિએ ઉનાળાનું આગમનઃતાપમાન 28.2 ડિગ્રીએ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

શહેરમાં ધીમી ગતિએ ઉનાળાનું આગમનઃતાપમાન 28.2 ડિગ્રીએ


ગાંધીનગર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

રાજ્યના પાટનગરમાં ધીમે ધીમે ઉનાળાની મોસમનું આગમન થઇ રહ્યું હોય અને શિયાળો વિદાય લઇ રહ્યો હોય તેવા વાતાવરણનો સામનો સોમવારે નગરજનોને કરવો પડયો હતો. દિવસના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાતાં મહતમ ૨૮.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. તો બીજી તરફ લઘુત્તમ તાપમાનના પારામાં પણ એક ડિગ્રી જેટલો વધારો થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી.આમ નગરજનોને તીવ્ર ઠંડીમાં આંશિક રાહત મળી છે.

ઉત્તરાયણ પર્વ બાદ બદલાયેલા હવામાનના કારણે ઠંડીએ પણ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પડી રહી હતી. દિન પ્રતિદિન લઘુત્તમ અને મહત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે ઠંડીનો પારો ૭ થી ૧૦ ડિગ્રીને વચ્ચે નોંધાઇ રહ્યો હતો. જેના પગલે નગરજનો પણ તીવ્ર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા હતાં. આમ હાલમાં શિયાળાની મોસમનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની મોસમ ધીમી ગતિએ પગરવ માંડી રહી હોય તે પ્રકારના વાતાવરણનો સામનો નગજનોને સોમવારે કરવો પડયો હતો. રવિવારે ઠંડીનો પારો ૧૨ ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન ૨૬.૭ ડિગ્રીએ નોંધાયું હતું. ત્યારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાવાના કારણે નગરજનો પણ ઠંડીમાં ધુ્રજ્યા હતાં.

તો બીજી તરફ સોમવારે અચાનક જ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થયો હતો. જેની અસર દિવસ દરમિયાન વાતાવરણ પણ જોવા મળી હતી. ઠંડીનો પારો ૧૨.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારે દિવસના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાતાં ૨૮.૨ ડિગ્રીએ આવીને અટકી જતાં નગરજનોને પણ તીવ્ર ઠંડીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઇ હતી. આમ આગામી દિવસોમાં તાપમાનના પારામાં વધારો નોંધાશે. તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SCLfEL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages