
ભુજ, તા. 05 ફેબ્રુઆરી બુધવાર 2020
ગોઝારા ભૂકંપને ૧૯ વર્ષ જેટલો વહાણા વીતી ચુક્યા છતાં જિલ્લા મથક ભુજમાં જોખમી ઈમારતો યથાવત રહેવા પામી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા મોતના માચડા સમાન ઉભેલી બહુમાળી ઈમારતોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરતા પ્રથમ ખાનગી એજન્સીના ઈજનેરો દ્વારા આવી જોખમી ઈમારતોના સ્ટ્રકચર સર્વે કરવાનો નિર્ણય લેવાતા તંત્ર દ્વારા આદરાયેલી આ કામગીરી અંજામ સુધી પહોંચશે કે ભૂતકાળની જેમ આરંભે કામગીરી બાદ સુરસુરીયું થશે? એવી ચર્ચાઓ જાગૃત નાગરિકોમાં જોરશોરથી ચર્ચાય છે.
ભૂતકાળમાં જી-૫ કેટેગરીમાં આવેલી જોખમી ઈમારતો તોડી પાડવા માટે અત્યાર લગી અંદજીત ૧૪ જેટલી વાર જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જણાવાયું છે. પરંતુ આ જાહેરનામા માત્ર ઓનપેપર રહ્યા તંત્ર દ્વારા આરંભે સુરાની જેમ થોડી ઘણી કામગીરી કરી સંતોષ માની લેતા હોવાનું જાગૃત પ્રજાજનો જણાવે છે. ત્યારે હાલમાં જિલ્લના મોટાભાગના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા અતિ જર્જરિત ૧૨ જેટલી ઈમારતોના સ્ટ્રકચરલ સર્વે કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાવમાં આવી હોવાનું કચેરીના સુત્રો જણાવી રહ્યા છે.
જ્યારે આ બાબતે જાગૃત નાગરિકોને કહેવા પ્રમાણે આ અગાઉ પણ જોખમી ઈમારતો તોડી પાડવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. શરૃઆતમાં સધન સમીક્ષા બાદ આ જોખમી બિલ્ડીંગો બાબતે શું કામગીરી કરવી તે બાબતે મોટાપાયે ચર્ચા વિચારણાના અંતે કામગીરીના નામે માત્ર સુરસુરીયું થવા પામ્યું હતું અને જૈસે થે ની સ્થિતી ચાલુ રખાય છે. જે વારંવાર બહાર પડેલા જાહેરનામાની હકીકતને યથાર્થ કરે છે. જ્યારે-જ્યારે આ કામગીરી નિર્ણાયક તબક્કે પહોંચવાની હોય ત્યારે જ આ કામગીરી પર ઠંડુ પાણી રેડી દેવાય છે. આ વખતે પણ તેનું પુનરાવર્તન તો નહિં થાય ને એવી ભીતી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
આ બાબતે કચેરીના સુત્રોના કહ્યા મુજબ ભુજમાં આ વખતે જોખમી ઈમારતો અંગે કામગીરી કરવા તંત્ર પધ્ધતિસર રીતે આગળ વધી રહ્યું છે. સ્ટ્રકચરલ સર્વે રીપોર્ટ માટેની વહીવટી પ્રક્રિયા આખરી તબક્કે પહોંચી છે. આ કામગીરી ટૂંક સમયમાં આટોપવાની તાકીદ કરવા સાથે રીપોર્ટના આધારે જર્જરીત ઈમારતોને ઉતારી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H0pw41
No comments:
Post a Comment