
રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.
મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
- ઈન્દ્રમંત્રી
મેષ (અ. લ. ઇ.)
Temparance - ટેમ્પરન્સનું કાર્ડ તમારા સંતાનોના વિવાહ- લગ્નના પ્રશ્નોને લઈ નિર્ણયાત્મક પરિસ્થિતિ પર હોવાનું સૂચવી જાય છે અને આ બાબત સમાધાનકારી વલણ અપનાવીને યોગ્ય ઉકેલ મેળવી શકશો. ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૬, ૭, ૧૧, ૧૨ શુભ.
વૃષભ (બ. વ. ઉ.)
The Fool - ધ ફૂલનું કાર્ડ નાણાંકીય દ્રષ્ટિએ તમારે મહત્ત્વના નિર્ણયો સાથે આગામી વર્ષ આયોજન કરવા વિશે વિચારી રહ્યા હોવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા નાણાંકીય મુશ્કેલીઓને ઉકેલી શકાશે. તા. ૬, ૭, ૮, ૯, ૧૦ શુભ.
મિથુન (ક. છ. ઘ.)
The High Priestess - ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ તમારા ઉંમરલાયક સંતાનોના વિવાહ- લગ્ન અંગે યોગ્ય નિર્ણય લઈ શકવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ જણાશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નાણાંકીય લાભ પ્રાપ્ત થશે તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, શુભ
કર્ક (ડ. હ.)
Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ વધે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. એકાદ હૃદયસ્પર્શી શુભાશુભ ઘટના બનશે. આકસ્મિક ધનલાભ મેળવી શકાશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે તા. ૧૦, ૧૧, ૧૨ શુભ.
સિંહ (મ. ટ.)
Death - ડથનું કાર્ડ તમે નવા કાર્યોની શરૂઆત કરી જૂના કાર્યોને પૂર્ણ કરી શકવાનું સૂચવી જાય છે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે. સ્વજનો સાથે મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા- વિચારણા કરી શકશો. તા. ૬, ૭ શુભ.
કન્યા (પ. ઠ. ણ.)
The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમારી સમસ્યાઓનો ઉકેલ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. આવકમાં વધારો થશે. તમારા કાર્યક્ષેત્રે નવીન તક મેળવી શકશો. વિદેશ યાત્રા અંગે તૈયારી કરી રહેલાઓને સફળતા મળશે. તા. ૬, ૭, ૮, ૯, ૧૦ શુભ.
તુલા (ર. ત.)
The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા નક્કી કરેલા કાર્યો થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા માન- સન્માનમાં વધારો થશે. ભાગ્ય પરિવર્તનની દ્રષ્ટિએ વર્તમાન સમય તમારા માટે લાભદાયક પુરવાર થશે. તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ
વૃશ્ચિક (ન. ય.)
The Moon- ધ મૂનનું કાર્ડ કોઈ કાર્યને લઈ તમે મુંઝવણ અનુભવી રહ્યા હો તેનો સુખદ ઉકેલ આવવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ ઉદ્ભવેલી મુશ્કેલીનો ઉકેલ મેળવી શકશો. વીમા- વારસાગત- સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાશે. તા. ૧૦, ૧૧, ૧૨ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.)
Justice - જસ્ટીસનું કાર્ડ તમે જો કોર્ટ કચેરી સંબંધિત કાર્યો સાથે સંકળાયેલા હો તો સાવધાની રાખવા સૂચવી જાય છે. કોઈ કાર્યમાં અપયશ ન મળે તે અંગે સાવચેતી રાખવી જરૂરી બનશે. તા. ૬, ૭ શુભ.
મકર (ખ. જ.)
The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ કોઈની વાતોમાં ભોળવાઈ જઈ લાગણીવશ બની મહત્ત્વના નિર્ણયો ન લેવા સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થાન પરિવર્તનનો યોગ ઉદ્દભવશે. આરોગ્ય, સુખાકારી અંગે મિશ્રફળ અનુભવશો. તા. ૮, ૯, ૧૦ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.)
The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. તમારા સંતાનોની કારકિર્દી અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. આવકમાં વધારો થશે તા. ૬, ૭, ૧૧, ૧૨ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.)
Judgement - જજમેન્ટનું કાર્ડ તમે કોઈ કાર્ય અંગે ચોક્કસ નિર્ણય નહિ લઈ શકવાનું સૂચવી જાય છે. સંભવતઃ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા દૈનિક સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા જણાશે. તા. ૮, ૯, ૧૦ શુભ.
મેષ (અ. લ. ઇ.)
વૃષભ (બ. વ. ઉ.)
મિથુન (ક. છ. ઘ.)
કર્ક (ડ. હ.)
સિંહ (મ. ટ.)
કન્યા (પ. ઠ. ણ.)
તુલા (ર. ત.)
વૃશ્ચિક (ન. ય.)
ધન (ભ. ધ. ફ. ઢ.)
કુંભ (ગ. શ. સ. ષ.)
મકર (ખ. જ.)
મીન (દ. ચ. ઝ. થ.)
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JV6lKO
No comments:
Post a Comment