ગુજરાતના તથા દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને નૂતનવર્ષની શુભેચ્છાઓ આપતા CM રૂપાણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 27 October 2019

ગુજરાતના તથા દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને નૂતનવર્ષની શુભેચ્છાઓ આપતા CM રૂપાણી

- ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના સંકલ્પથી ગુજરાતની વિકાસયાત્રા દશે દિશાએ ખિલવવા નૂતન વર્ષે સૌ સંકલ્પબદ્ધ બનીએ : મુખ્યમંત્રી

ગાંધીનગર, તા. 28 ઓક્ટોબર 2019, સોમવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

તેમણે આ ઉમંગ પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું છે કે, આ પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસ સાથોસાથ નવી તાજગી-નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે. એમાંય દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પ્રયાણ પર્વ છે.

ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની તેમના અને તેમના મંત્રીમંડળ તરફથી અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતીઓ માટે તો દિપાવલીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ પણ છે.

વિક્રમ સંવતના આ નૂતન વર્ષે ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસના અજવાળા દૈદીપ્યમાન બનાવવાનો સંકલ્પ જનસહયોગ, રાજકીય ઇચ્છાશકિત અને સાતત્યપૂર્ણ પ્રશાસનની ત્રિવેણીથી આપણે સૌ કરીયે અને ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ-વંચિત-છેવાડાના માનવી સહિત સમાજ સમસ્તના દશે દિશાના વિકાસ માટે સાથે મળી પ્રતિબધ્ધ બનીયે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે.

જન-જનમાં વિકાસના વિશ્વાસની દિપ શિખા પ્રગટાવીને મા ભારતીને વિશ્વગુરૂ બનાવવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ કરીયે એ જ આપણા સૌનો નૂતન વર્ષનો સહિયારો સંકલ્પ હોય તેમ જણાવતા મુખ્ય મંત્રીશ્રીએ સૌને દિવાળી અને નૂતન વર્ષની અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nm05gl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages