ગાંધીનગરમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યા બાદ કોર્પોરેશન જાગ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 12 October 2019

ગાંધીનગરમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યા બાદ કોર્પોરેશન જાગ્યું


ગાંધીનગર, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

રાજ્યના પાટનગરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુની બિમારી જીવલેણ સાબિત થઇ છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આ છુટાછવાયા કેસ રોગચાળામાં કે જીવલેણ કિસ્સામાં ન ફેરવાય તે માટે દોડધામ કરી રહ્યું છે. ગાંધીનગરમાં વીવીઆઇપીનો વસવાટ હોવાના કારણે અહીં ખાસ નિષ્ણાંત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં સેક્ટરોમાં રીક્ષાઓ ફેરવીને પ્રચારના પ્રયાસ પણ કોર્પોરેશને શરૂ કર્યું છે.

ગાંધીનગર શહેરના સેક્ટર-રરમાં રહેતો યુવાન ડેન્ગ્યુના કારણે મોતને ભેટયો છે. આ વાતને લઇને આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. સેક્ટર-રરમાં કોર્પોરેશનની ટીમ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે તો સમગ્ર ગાંધીનગરમાં હાલ જે છુટા છવાયા ડેન્ગ્યુના કેસ છે તેના ઉપર કોર્પોરેશન ધ્યાન કેન્દ્ર કરી રહ્યું છે. ગાંધીનગરના સે-૩, ૪, ૫, ૧૫, ૨૪માં ડેન્ગ્યુના કેસ વધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સેક્ટર-રર ઉપરાંત આ સંવેદનશીલ વિસ્તારમાં પણ હાઉસ-ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. 

જે અંતર્ગત સેક્ટરમાં રહેતા રહિશોના ઘરમાં જઇને મેલેરીયા વિભાગના કર્મીઓ દ્વારા પાણીના પાત્રો ચકાસવામાં આવશે અને ડેન્ગ્યુના પોરા કે મચ્છરો મળી આવશે તો તેનો નાશ કરવામાં આવશે. એટલું જ નહીં રહિશોને પણ  પોતાના રહેણાંક વિસ્તારની આસપાસ કે કામ કરતાં હોય ત્યાં પાણી ભરાઇ ન રહે તેની કાળજી લેવા કોર્પોરેશને સુચન કર્યું છે તો બીજી બાજુ બાળકોને ખાસ આખી બાયના કપડા પહેરાવવા માટે તબીબોએ જણાવ્યું છે.

ડેન્ગ્યુની કોઇ વિશેષ સારવાર હોતી નથી ત્યારે સાવચેતી અને તકેદારી જ ડેન્ગ્યુના બિમારી સામે રક્ષણ આપી શકે તેમ છે.આવી સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા હવે રીક્ષા ઉપર માઇક લગાવીને પ્રચાર માટે રીક્ષાઓ ફેરવવાનું નક્કી કર્યું છે. તો બીજી બાજુ રોગચાળાને ફેલાતાં રોકવા માટે નિષ્ણાંત અધિકારીને પણ કોર્પોરેશનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B8c4s4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages