
ગાંધીનગર, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર
ગાંધીનગર શહેર નજીક બોરીજ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં આજે સાંજના સમયે કોઈ તત્ત્વોએ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને કેમિકલનો કચરો સળગાવતાં આગ ફાટી નીકળી હતી અને આગના ગોટેગોટા ઉડયા હતા. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. હાલ રાજભવનમાં રાષ્ટ્રપતિ રોકાયા છે ત્યારે તેની પાછળ જ ૩૦૦ મીટર દુર આ આગની ઘટના બનતાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોએ અહીં પેટ્રોલ મારફતે પ્લાસ્ટિક અને કેમિકલનો કચરો ફેંકાતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ગાંધીનગર શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમછતાં અહીં આંતરે દિવસે જાહેરમાં કચરો સળગાવવાની પ્રવૃતિ ફુલીફાલી છે ત્યારે આજે શહેરને અડીને આવેલા બોરીજના પરાની પાસે સાબરમતી નદીના પટમાં કોઈ તત્ત્વોએ પ્લાસ્ટિક અને કેમિકલના વેસ્ટને સળગાવી દીધો હતો. જેના કારણે આગના ગોટેગોટા ઉડયા હતા. જે ગાંધીનગરના સેકટરોમાંથી પણ દેખાતાં હતા.
જેના પગલે ખુબ મોટી આગ લાગી હોવાનું માની શહેરમાં તંત્ર એલર્ટ થઈ ગયું હતું. હાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જયાં રોકાયા છે તે રાજભવનથી ૩૦૦ મીટર દુર આ જગ્યા આવેલી છે. ત્યારે આ જ સમયે આગની ઘટનાના પગલે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે રાત્રીના સમયે આ વિસ્તારમાં ટ્રેકટરો મારફતે કચરો ઠલવવામાં આવી રહયો છે. સાબરમતી નદીના પટમાં આ કચરો ઠાલવવાના કારણે તે સંત સરોવરના પાણીમાં પણ મિશ્રિત થઈ રહયું છે જેનાથી પાણી પણ પ્રદુષિત થાય છે પરંતુ જાણે કે આ પ્રવૃતિને અટકાવવા કોઈ તંત્રને રસ જ ના હોય તેમ લાગી રહયું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VDnf5e
No comments:
Post a Comment