અમદાવાદની શાન ગણાતા એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે સન્નાટો... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 28 October 2019

અમદાવાદની શાન ગણાતા એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે સન્નાટો...

- ગુજરાતમાં મંદીની વ્યાપક અસર: ગત વર્ષ કરતા 50 ટકા ઓછા ફટાકડા ફૂટયા: દિવાળીની આગલી રાત્રે પણ બજારમાં ખરીદીની કોઈ ભીડ ન દેખાઈ

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર

હિંદુઓ માટે દિવાળી મોટામાં મોટું પર્વ માનવામાં આવે છે. દિવાળીના તહેવારોની ઉજવણી કરવા ગુજરાતી લોકો એક મહિના પહેલાથી જ તૈયારી કરતા હોય છે. એમાં પણ દિવાળીના એક અઠવાડિયા અગાઉ અને દિવાળીના આગલા દિવસે વિવિધ બજારોમાં હકડેઠઠ ભીડ જામતી હોય છે.

છેલ્લી ઘડીની ખરીદીનો એક અલગથી જ માહોલ ઊભો થતો હોય છે, પરંતુ આ વખતે અમદાવાદ સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાં દિવાળીના તહેવારોની ઉજવણીનો કે ખરીદી માટેનો આવો કોઇ જ માહોલ દેખાયો નથી.

સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ દિવાળી વખતે લોકોએ ફટાકડાની પણ ઓછી ખરીદી કરી છે. ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીમાં 50 ટકા જેટલા ઓછા ફટાકડા ફોડયા છે. તમામ વર્ષોમાં દિવાળીની આખી રાત ફટાકડા અને રોકેટના ધૂમ ધડાકા સાંભળવા મળતા હતા, પરંતુ આ વર્ષે રોકેટના આવા અવાજ આખી સાંભળવા મળ્યા નથી.

ગઈકાલે દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યા પછી વેપારીઓએ પણ નામ પૂરતા ફટાકડા ફોડ્યા હતા. અગાઉ વેપારીઓ અને મોટી હોટલના માલિકો કે મોટા શોરૂમના માલિકો લાખો રૂપિયાનું દારૂખાનું ફોડી નાખતા હતા.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

દિવસ દરમિયાન દારૂખાનાનો અવાજ સાંભળવા મળતો હતો એટલું જ નહિ સાંજે સાત વાગ્યા પછી તો વિવિધ પ્રકારના જાતજાતના ફટાકડાના નીત-નવા અવાજો સાંભળવા મળતા હતા પરંતુ આ વખતે આવું બન્યું નથી.

અનેક વેપારીઓએ પણ મુહૂર્ત કરવા માટે ફટાકડા ફોડ્યા છે. ફટાકડાના વેપારીઓ પણ આ વખતે ખરીદારોની રાહ જોઈને છેલ્લી ઘડી સુધી બેઠા રહ્યા હતા, પરંતુ જોઈએ એવી ખરીદી નીકળી ના હતી. આ વર્ષે ફટાકડાના ભાવમાં પણ 40 થી 50 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

શહેરની શાન ગણાતા સીજી રોડ તથા એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર આખી રાત દારૂખાનું ફૂટતું હોય છે અને લોકો પોતાના પરિવારને લઈને ગાડીઓ સાથે આ રોડ પર આવી ધૂમ ધડાકા કરતા હોય છે.

અગાઉના દરેક વર્ષમાં એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર રોડની બન્ને સાઈડમાં ગાડીઓની લાઇન લાગી જતી હતી અને પરિવારજનો ખૂબજ ઉત્સાહ ફટાકડા ફોડતા નજરે પડતા હતા, પરંતુ આ વર્ષે ખૂબ જ ઓછી સંખ્યામાં શહેરીજનો ફટાકડા ફોડવા માટે અહીં આવ્યા હતા.

રાત્રે દસથી 12 દરમિયાન છૂટાછવાયા ફટાકડા ફોડ્યા હતા. એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર પણ સન્નાટો જોવા મળતો હતો. વસ્ત્રાપુર અને બોડકદેવની પણ આવી જ સ્થિતિ હતી

બીજી બાજુ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ મંદીનો માહોલ જોવા મળે છે

નોટબંધી અને જીએસટીની ખરાબ અસર હવે દેખાઈ રહી છે. વિવિધ પ્રકારના બિઝનેસમાં મંદી છે. કેટલીક કંપનીઓ અને નાના ઉદ્યોગોને પણ પોતાની ફેક્ટરીમાંથી માણસોને છુટા કરી દીધા છે.

નવી રોજગારીનું સર્જન થતું નથી. સરકારી નોકરી મળતી નથી. જેને લઇને લોકો પાસે હવે ખરીદીના પૈસા પડ્યા નથી.

અગાઉની બચત વપરાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આ વખતની દિવાળી ગુજરાતી લોકો માટે સારી ગઈ નથી અને પ્રથમ વખત કદાચ એવું બન્યું છે કે અનેક પરિવારોએ નવા કપડાંની પણ ખરીદી કરી નથી તેમજ દારૂખાનાની તથા મીઠાઈ સહિતની વિવિધ ખરીદીમાં પણ કાપ મૂક્યો છે. જેને લઈને આવતી દિવાળી ઘણી જ ફિક્કી લાગી રહી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BS5cPU

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages