મધ્ય પ્રદેશમાં વિધાન પરિષદની રચનાની તૈયારી અંતિમ ચરણે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 28 October 2019

મધ્ય પ્રદેશમાં વિધાન પરિષદની રચનાની તૈયારી અંતિમ ચરણે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

ભોપાલ, તા. 29 ઓક્ટોબર 2019, મંગળવાર

મધ્ય પ્રદેશમાં વિધાન પરિષદની રચનાની કવાયત અંતિમ ચરણે છે. મધ્ય પ્રદેશમાં હવે વિધાનસભાની સાથે જ વિધાન પરિષદ પણ હશે. વિધાન પરિષદના રચનાના સ્વરૂપ પર ચર્ચા માટે આજે મંગળવારે મુખ્ય સચિવ એસ આર મોહંતી સહિત કેટલાક અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.

રાજ્યની કમલનાથ સરકારે વિધાન પરિષદની રચનાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાન પરિષદની રચના બાદ પ્રદેશમાં 70 એમએલસી અને 11 મંત્રી વધી જશે.

નિર્ણય બાદ કમલનાથ સરકારનુ ફોકસ હવે એમપીમા વિધાન પરિષદની રચના પર છે. વિધાન પરિષદની રચનાને લઈને આજે મુખ્ય સચિવ એસ આર મોહંતીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અત્યારે દેશના 7 રાજ્યોમાં વિધાન પરિષદ છે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

એમપીમાં વિધાન પરિષદની રચના થશે તો રાજ્યોની સંખ્યા 8 થઈ જશે. વિધાન પરિષદની રચના બાદ વિધાનસભા નિમ્ન અને પરિષદ ઉચ્ચ સદન કહેવાશે. એમપીની વિધાન પરિષદમાં 70 એમએલસી હશે. મંત્રીમંડળના કોટામાં 11 મંત્રી પણ વધારાશે. વિધાન પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ અલગ પસંદ કરાશે.

આજે થનારી બેઠકમાં વિધાન પરિષદની રચનાના સ્વરૂપની ચર્ચા થશે. કમલનાથ સરકાર વિધાન પરિષદનો પ્રસ્તાવ પહેલા વિધાનસભાથી પ્રેરિત કરાવશે. આ બાદ પ્રસ્તાવને લોકસભા મોકલવામાં આવશે.

લોકસભા પાસેથી મંજૂરી બાદ વિધાન પરિષદની રચના થશે. વિધાન પરિષદનુ અલગ સચિવાલય હશે. વિધાન પરિષદના સદસ્યોના વેતન પર આવનારો ખર્ચ વધારે હશે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ 8મુ રાજ્ય હશે જ્યાં વિધાન પરિષદની રચના થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Tvs8k

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages