ગોવર્ધન પૂજા પર ભુલથી પણ ન કરવા આ 8 અશુભ કામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 27 October 2019

ગોવર્ધન પૂજા પર ભુલથી પણ ન કરવા આ 8 અશુભ કામ


નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2019, સોમવાર

દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ પૂજા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ દિવસે ગોવર્ધન પર્વતની પ્રકૃતિના આધાર તરીકે પૂજા કરવામાં આવે છે અને ગાયને સમાજના આધાર તરીકે પૂજવામાં આવે છે. જો તમે પણ ગોવર્ધન પૂજા કરો છો અને પરિક્રમા કરો છો તો પછી આ 8 બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

1. બંધ ઓરડામાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ન કરો. ગાયોની પૂજા કરતી વખતે ઇષ્ટદેવ કે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનું ભૂલશો નહીં.

2. ક્યારેય ગંદા કે મેલાં કપડા પહેરી પૂજા કરવી નહીં. ગોવર્ધન પરિક્રમામાં પહેરેલા કપડાં શુદ્ધ અને સ્વચ્છ હોવા જોઈએ.

3. પરિવારના બધા લોકોએ એક સાથે જ પૂજા-અર્ચના કરવી.

4. પૂજા કરતાં લોકોએ કાળા રંગના કપડાં ન પહેરવા, આ દિવસે પીળા અથવા નારંગી રંગનાં કપડાં પહેરવા યોગ્ય રહેશે.

5. ગોવર્ધન પૂજા સમયે ગાય, છોડ, પ્રાણીઓ પર  અત્યાચાર ન કરવો અથવા તેને નુકસાન ન કરવું.

6. પ્રદક્ષિણા ફરતી વખતે ચપ્પલ ન પહેરો. 

7. ગોવર્ધન પર્વતની પરિક્રમા ક્યારેય અધૂરી ન છોડવી. 

8. ગોવર્ધન પર્વત આસપાસ ધૂમ્રપાન અથવા કોઈપણ પ્રકારનો નશો કરવો નહીં.  




from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pix1y8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages