પાકિતાનના સમર્થનમાં આવ્યું ચીન, UNની ગુપ્ત બેઠક કરવાની માગ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 15 August 2019

પાકિતાનના સમર્થનમાં આવ્યું ચીન, UNની ગુપ્ત બેઠક કરવાની માગ કરી


બેઇજીંગ, તા. 16 ઑગસ્ટ 2019, શુક્રવાર

જમ્મુ-કશ્મીર મુદ્દે ચીન પાકિસ્તાનની મદદ કરતું દેખાઇ રહ્યું છે. ચીનએ બુધવારે જમ્મુ-કશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની ગુપ્ત બેઠક બોલાવવાની માગ કરી છે. ચીનની આ માગને પાકિસ્તાનની માગનું સમર્થન કરતી માનવામાં આવે છે, જેમાં પાકિસ્તાને પોલેન્ડ સહિત ઘણા દેશોમાં આ અંગે પત્ર લખ્યો છે. એક ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ, એક ડિપ્લોમેટીક અધિકારીએ આ વાતની માહિતી આપી છે.

મળતી માહિતી અનુસાર, ચીનની માગ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી અને બેઠકનો દિવસ કે સમય પણ હજુ નક્કી કરવામાં આવ્યો નથી. રિપોર્ટ મુજબ, ચીનએ UNમાં માગ રાખી છે તેનો એજન્ડા India Pakistan Question રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન જમ્મુ-કશ્મીરના મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉઠાળવા માગે છે. એના માટે પાકિસ્તાન સરકારે ઘણા દેશોમાં સમર્થન માગ્યું છે. જોકે, ચીનને બાદ કરતાં હજુ સુધી એક પણ દેશ ખુલીને પાકિસ્તાનને સમર્થને આપવા આવ્યો નથી અને જમ્મુ-કશ્મીરના મુદ્દાને દ્વિપક્ષીય રીતે સુલજાવવા સલાહ આપી છે.

પાકિસ્તાને યૂનિયન કાઉંસિલના અધ્યક્ષ દેશ પોલેન્ડને એક પત્ર લખીને UNની બેઠક બોલાવવા માગ કરી હતી. પાકિસ્તાને પોતાના પ્રતિનિધિ મહિલાના હાથે આ પત્ર પોલેન્ડની એમ્બેસેડર જોઆના મોકલાવ્યો હતો. હાલ પોલેન્ડે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ હવે ચિનના સમર્થન બાદ માનવામાં આવે છે કે આ બેઠક ટુંક સમયમાં બોલાવવામાં આવી શકે છે. પાકિસ્તાનના પત્રને યૂનાઈટેડ સિક્યોરિટી કાઉંસિલના તમામ દેશો સાથે શેર કરવામાં આવશે.

પત્રમાં પાકિસ્તાને કહ્યું કે, ભારતના પગલાને પાકિસ્તાન ગેરકાયદાકીય અને UN રેઝોલ્યૂશનની વિરૂદ્ધ માને છે. એવામાં UNની બેઠક થવી જોઈએ. પાકિસ્તાને આ મુદ્દે ચીનનું સમર્થન મળ્યું હોવાનો દાવો પણ કર્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/306MyOM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages