
નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2019, ગુરુવાર
દેશની આઝાદીના આજે 72 વર્ષ પૂરા થયા છે. આઝાદી માટે દેશના અનેક લોકોએ પોતાના જીવન કુરબાન કર્યા છે. આ સાથે જ કેટલાક એવા લોકો છે જેમણે પોતાની સંપત્તિ દેશ પર કુરબાન કરી હતી. જો કે તેમાંથી કેટલીક એવી કુરબાની પણ છે જેના વિશે કોઈ જાણતું નથી. આજે તમને આવી જ એક ઘટના વિશે જાણકારી મળશે. આ કુરબાની દેશના સૌથી મોટા ઔદ્યોગિક પરીવારમાંથી એક એવા પ્રેમજી પરીવારની છે. અઝીમ પ્રેમજીના પિતા હાશિમ પ્રેમજીએ દેશ માટે કુરબાની ન આપી હોત તો આજે દેશમાં વિપ્રો જેવું ગૃપ ન હોત. તો ચાલો જાણી લો હાશિમ પ્રેમજી વિશે અને તેણે આપેલા યોગદાન વિશે.
હાશિમ પ્રેમજી
પ્રેમજી નામથી ખ્યાલ આવે છે કે તે દેશના સૌથી મોટા ઔદ્યોગિક પરીવાર અઝીમ પ્રેમજી સાથે સંબંધ ધરાવે છે. વાસ્તવમાં હાશિમ પ્રેમજી અઝિમ પ્રેમજીના પિતા છે. તે ઉદ્યોગપતિ હતા અને તે સમયે ચોખા અને ફૂડ ઓઈલનો વેપાર કરતા હતા. તેમને રાઈસ કિંગ ઓફ બર્મા નામથી ઓળખવામાં આવતા. તેમની કંપનીનું નામ વેસ્ટર્ન ઈંડિયા પ્રોડક્ટ લિમિટેડ હતું. હાશિમ પ્રેમજી તે સમયે બોમ્બેમાં પ્રેમજી કપડા ધોવાનો સાબુનું પ્રોડક્શન પણ કરતા. સાબુ તેમના કુકિંગ ઓઈલની બાઈપ્રોડક્ટ તરીકે બનાવવામાં આવતા. તેમના કુકિંગ ઓઈલનું નામ સન ફ્લાવર વનસ્પતિ હતું અને સાબુની બ્રાંડ 787 હતી.
જિન્નાએ કરી હતી હાશિમને ઓફર
1944માં જ્યારે મુસ્લિમ લીગ પોતાના નેતા જિન્નાના બતાવેલા રસ્તા પર ચાલવા લાગી અને પાકિસ્તાનની માંગ કરવા લાગી ત્યારે જિન્નાએ આ ઓફર કરી હતી. તેમણે ભણેલા અને અમીર મુસ્લિમોને પોતાની સાથે જોડવાનું કામ શરૂ કર્યું. મુસ્લિમ પણ કોંગ્રેસની જેમ એક નેશનલ પ્લાનિંગ કમિટિ બનાવવાની તૈયારી કરવા લાગ્યા હતા. આ કમિટિમાં જોડાવા માટે જિન્નાએ હાશિમ પ્રેમજીને પોતાની પાસે બોલાવ્યા, પરંતુ તેમણે કમિટિમાં જોડાવાની ના કહી દીધી. તેમનો વિશ્વાસ ભારત અને ધર્મનિરપેક્ષ નેતાઓ પર હતો. તેમને પોતાનું ભવિષ્ય ભારતમાં જ સુરક્ષિત લાગ્યું હતું.
પાકિસ્તાનના નાણામંત્રી બનવાની ઓફર
હાશિમ પ્રેમજી જેવા અનેક મુસ્લિમ ઉદ્યોગપતિઓ ધર્મનિરપેક્ષતાને માનતા અને ભાગલા ઈચ્છતા ન હતા. પરંતુ ભાગલા પડ્યા અને પાકિસ્તાન અલગ દેશ થયો. જ્યારે જિન્ના સામે પાકિસ્તાનને વિકસિત દેશ બનાવવાની ચિંતા ઊભી થઈ તો તેમણે ફરીથી ઉદ્યોગપતિઓનો સંપર્ક કર્યો. તેમને પાકિસ્તાનમાં ઉદ્યોગપતિઓની જરૂર હતી. જિન્નાએ ફરી એકવાર હાશિમ પ્રેમજીનો સંપર્ક કર્યો. તેમને પાકિસ્તાનના નાણામંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી. પરંતુ આ પદ અને તકને તેમણે અસ્વીકાર કર્યો.
પિતાના નિર્ણયને સાચો સાબિત કર્યો પુત્રએ
હાશિમ પ્રેમજી પાકિસ્તાનના રાજકારણમાં ટોચ પર પહોંચી શક્યા હોત. પરંતુ તેમની કુરબાની દેશની ભલાઈ માટે હતી. હાશિમ પ્રેમજીના અવસાન બાદ તેના દીકરા અઝીમ પ્રેમજીએ પિતાના નિર્ણયને સાચા અર્થમાં સાર્થક કર્યો. તેમણે પોતાની કંપનીને એટલી આગળ વધારી કે તેઓ આજે દેશના બીજા ક્રમના સૌથી ધનિક પરીવારમાંથી એક છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KPq1zH
No comments:
Post a Comment