
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.06 ઓગસ્ટ 2019, મંગળવાર
રત્નાગિરી જિલ્લામાં ગત શુક્રવાર રાતથી વરસી રહેલા મૂશળધાર વરસાદનું જોર આજે પણ કાયમ છે. જિલ્લામાં ખેડ, ચિપલૂણ અને રાજાપુર તાલુકામાં પૂરની પરિસ્થિતિ કાયમ રહેતા શહેરમાં પૂરના પાણી ફરી વળતાં જનજીવન પર માઠી અસર પડી છે. વરસાદને લીધે પોલાદપૂર ખાતે વૃક્ષો તૂટી પડતાં મુંબઇ-ગોવા હાઇવે પરનો ટ્રાફિક બંધ કરાયો છે. જિલ્લામાં ઘાટથી આવનારી શાકભાજી આવી શક્યા ન હોવાથી માર્કેટમાં શાકભાજીના દરમાં નોંધપાત્ર વધારો થયો છે.
જગબુડી પુલ બંધ કરાયો
ખેડમાં મૂશળધાર વરસાદને લીધે જગબૂડી પુલ પરથી વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. માર્કેટમાં ફરી પાણી ભરાયા છે. ગાંધી ચૌક, સફા મસ્જિદ, વાલ્કી ગલ્લી, નિવાચા ચોક ઠેકાણે ખૂબ જ પાણી ભરાયા છે. ખેડની સર્વ શાળા-કોલેજમાં રજા જાહેર કરાઇ હતી.
ચિંપલૂણમાં વાશિષ્ઠી નદીમાં પાણી ભયજનક સપાટી પર
ચિપલૂણમાં મૂશળધાર વરસાદને લીધે શિવનદી અને વાશિષ્ઠી નદીમાં પાણીની સપાટી ભયજનક સપાટી ઓળંગી છે. અહીં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.
રાજાપુરમાં પુરના પાણી ઘુસી જતાં જનજીવન પર માઠી અસર પડી છે. લાંજા ખાતે મૂશળધાર વરસાદનું જોર કાયમ છે. લાજામાં ડિઝલના અભાવે એસ.ટી. બસ સેવા ઠપ થઇ ગઇ છે. અહીં ડિઝલથી ભરેલી ગાડી આવી શકતી નથી. પરિણામે એસ.ટી. બસ સેવા બંધ પડી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YJYY1z
No comments:
Post a Comment