
જમ્મુ, તા.6 ઓગસ્ટ, 2019, મંગળવાર
પાકિસ્તાની સેનોએ મંગળવારે સંઘર્ષ વિરામનો ભંગ કરતા અંકુશ રેખા નજીકનાં ગામો તથા ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવીને ભારે તોપમારો કર્યો હતો,રાજૌરી જીલ્લાનાં સરહદી ગામો ઉપર સૌથી વધું મોર્ટારમારો થયો હતો.
સરહર પારથી 12.40 વાગ્યે સુંદરબની સેક્ટર ની આસપાસના વિસ્તારો માં ફાયરીંગ શર થયું હતું. ભારતીય સેનાએ પણ સામે જવાબ આપ્યો હતો.બન્ને બાજુથી શર થયેલી સામસામી ગોળાબારી 2.30 વાગ્યા સુંધી ચાલી હતી.જોકે પાકિસ્તાની ફાયરીંગથી કોઇ જાનહાની થઇ ન હતી.
પાકિસ્તાની સેનાએ ચાર દિવસમાં બીજી વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો.3 ઓગસ્ટે પાકિસ્તાની રેન્જરોએ પુંચ જીલ્લાનો મેહધાર સેક્ટરમાં પણ તોપમારો કર્યો હતો. ગયા મહિને રોજૌરી અને પુંચ જીલ્લામાં બે જવાન તથા માત્ર દશ દિવસના એક બાળકનું પાકિસ્તાની તોપમારાના કારણે મોત થયું હતું,જ્યારે કેટલાક નાગરિકો ઘાયલ થયા હતાં
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MKqK7Q
No comments:
Post a Comment