ભુજ, બુાધવાર
કચ્છમાં પ્રાથમ વરસાદી રાઉન્ડ બાદ સતત બીજા સપ્તાહે ખરીફ વાવેતરમાં ર૧ હજાર હેક્ટર જેટલો નોંધપાત્ર વાધારો થયો છે. આ સાથે જ જિલ્લાનું કુલ વાવેતર ૧.૬૪ લાખ હેક્ટરે પહોંચ્યું છે. જો કે પરંપરાગત કપાસ અને મગફળીના પાક લઈ શકાય એટલો સમય હવે ન હોવાથી ખેડૂતોએ અન્ય પાકોનું વાવેતર કર્યું છે. જેમાં દિવેલા, ગુવાર, ઘાસચારો, મગ અને બાજરીનો સમાવેશ થાય છે.
કચ્છ જિલ્લામાં ખરીફ વાવેતરમાં વરસાદ બાદ ૧પ દિવસમાં ૩ર હજાર હેક્ટર જેટલો વાધારો થયો છે. ગત સપ્તાહે તા.ર૯ જૂલાઈએ જિલ્લામાં ૧.૪૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાનું નોંધાયું હતું. આ સપ્તાહે જાહેર કરાયેલા આંકડા અનુસાર તા.પ ઓગષ્ટની સિૃથતિએ વાવેતર ૧.૬૪ લાખ હેક્ટરે પહોંચ્યું છે. જે ખરીફ પાકોનું વાવેતર વધ્યું છે, તેના પર નજર કરીએ તો દિવેલા પર૦૦, ગુવાર ૪૪૦૦ અને ઘાસચારોનું ૪૫૦૦ હેક્ટરમાં નવું વાવેતર થયું છે. જ્યારે ર૧૦૦ હેક્ટરમાં મગ અને ૧૭૦૦ હેક્ટરમાં બાજરીનો વાધારો થયો છે. આ ઉપરાંત ૩૦૦ હેક્ટરમાં મઠ, ૮૦૦ હેક્ટરમાં મગફળી, ૭૦૦ હેક્ટરમાં તલ, ૬૦૦ હેક્ટરમાં કપાસ અને ર૦૦ હેક્ટરમાં શાકભાજીનો વાધારો નોંધાયો છે. વાવેતરના આ આંકડા અંતિમ નાથી. એક સપ્તાહમાં હજૂ તેમાં સારો એવો વાધારો થશે, તેમ ખેતીવાડી વિભાગના સુત્રો જણાવી રહ્યા છે. તાલુકા મુજબ વાવેતરની સિૃથતિ જોઈએ તો રાપરમાં સૌથી વધુ ૮૧ હજાર હેક્ટરાથી વધુ વાવણી થઈ ગઈ છે. જ્યારે નખત્રાણા, અંજાર અને ભુજમાં પણ નોંધપાત્ર વાવેતર થયું છે. અલબત, કચ્છ જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર ૮ લાખ હેક્ટરાથી વાધારે છે. તેની સામે હાલનું વાવેતર માંડ ર૦થી ર૧ ટકા જેટલું જ થાય છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33imq5t
No comments:
Post a Comment