ગળતેશ્વરના વાંઘરોલી ગામના 999 વીઘાના તળાવના પાળા તૂટી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 August 2019

ગળતેશ્વરના વાંઘરોલી ગામના 999 વીઘાના તળાવના પાળા તૂટી ગયા


નડિયાદ, તા. 06 ઓગસ્ટ 2019, મંગળવાર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી ગામે આવેલ ૯૯૯ વિઘાનું તળાવ હાલ દુર્દશા તરફ ઘકેલાયુ છે.આ તળાવ છપ્પનીયા દુકાળ સમયે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યુ હોવાની લોકવાયકા છે. આ તળાવ ઠાસરા તાલુકાના આશરે ૩૦થી વધુ ગામોને કેનાલ મારફતે પાણી પહોચાડે છે. આ તળાવની દુર્દશા થતા હજારો ખેડૂતોના ખેતી પાકને નુકશાન થવાની ભીંતી સતાવી રહી છે.

તંત્રની નિષ્કાળજીને કારણે છેલ્લા ૨ વર્ષથી તળાવની મરામત કરાઇ નથી.જેના કારણે તળાવની પાળો તુટી ગઇ છે અને ઠેર ઠેર ગાંડા બાવળો ઉગી નિકળ્યા છે.જેના કારણે અહીંથી વાહન ચાલકો અવર જવર કરી શકતા નથી.તેમજ રાહદારીઓ ચાલીને જઇ શકે તેવો રસ્તો પણ નથી.આ કારણે હનુમાન મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને અડચણો ભોગવવાનો વારો આવ્યો છે. તળાવની પાળ પર કાદવ કિચડ અને રસ્તા પર ગાંડા બાવળો પથરાઇ ગયા છે.

વાંઘરોલી ગામે ૯૯૯ વિઘાનું સૌથી મોટું તળાવ આવેલું છે. જેમાંથી બુ્રહદ ઠાસરા તાલુકાના ૩૦થી વધુ ગામોના ખેતરોમાં નહેરો મારફતે પાણી આપવામાં આવતુ હતુ.ઉપરાંત વાંઘરોલી ઇરીગેશન તળાવનું પાણી ૨૦થી વધુ ગામોના ખેડુતોની હજારો એકર જમીનમાં પીયત થતુ હતુ.આ સમયે નર્મદા નહેર આવી ન હતી.હાલ આ તળાવમાંથી ખાખરીયા, વાંઘરોલી, બલાઢા, સનાદરા, ડભાલી ગામના ખેડુતો સબમાઇનોર દ્વારા પાણીનું પીયત કરે છે.

ખેડા જિલ્લા પંચાયતના વાંઘરોલી બેઠકના સભ્ય બુધાભાઇ પરમારે જણાવ્યું હતુ કે ખાખરીયામાં આ તળાવનું સંચાલન ૧૦૦ વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા થતું હતું. તળાવની પાળ આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે દર વર્ષે મેળો ભરાય છે.જેમાં હજારો ભાવિકભક્તો આવે છે. ત્યારે આ તળાવ ઐતિહાસિક અને ધાર્મિક હોવા છતા તેની ઉપેક્ષા થઇ રહી છે. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરાઇ હોવા છતાં ઇરીગેશનના કર્મચારીઓ તળાવની પાળ પર આવેલા ગાંડા બાવળોનો નિકાલ કરતા નથઈ. વાંઘરોલી ચોકડીથી તળાવની પાળ પર જવા આવવાનો રસ્તો બંધ થઇ ગયો છે. તેમજ હાલ આ તળાવની દેખરેખ રાખવા માટે કોઇ કર્મચારી પણ નથી. જેને કારણે આ ઐતિહાસિક તળાવની દુર્દશા થઇ છે. 

ઓર્ડર મળે પછી ગાંડા બાવળો તોડાશે : એન્જિનિયર

આ અંગે નાની સિંચાઇ યોજનાના ડે.એન્જિનિયરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે અમારી પાસે એક જ ચોકીદાર છે.જે બંગલામાં ફરજ બજાવે છે. જુના કામદારો નિવૃત થઇ ગયા છે.નવી ભરતી સરકાર દ્વારા કરવામાં આવતી નથી. ઉપરાંત જંગલ કટીંગ માટે તા.૩૧-૭-૧૯ના રોજ ટેન્ડર પાસ થયા છે. ઓર્ડર મળશે એટલે જંગલ કટીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

જન્માષ્ટમી પહેલાં મરામત થઈ જશે : મહિલા સરપંચ

આ અંગે વાઘરોલી ગામના સરપંચ મુમતાઝબીબી રફીકમીંયા મલેકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તળાવ પરના ગાંડા બાવળોનુ કટીંગ ઇરીગેશન નાની સિંચાઇ ડાકોર તરફથી કરવામાં આવતુ હતુ.દરશનિવારે અને મંગળવારે ભીડભંજન હનુમાન મંદિરે  આવતા ભાવિકભક્તો દ્વારા અવાર નવાર રજૂઆતો કરાઇ છે.જેથી તાત્કાલિક અસરથી જન્માષ્ટમી આવતા પહેલા રોડ ગાંડા બાવળોનો નિકાલ કરવા રજૂઆત કરવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yKAYg0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages