સુરત: મટકી ફોડવા બાબતે થયેલા ઝઘડામાં આધેડ પર હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

સુરત: મટકી ફોડવા બાબતે થયેલા ઝઘડામાં આધેડ પર હુમલો

સુરત, તા. 25 ઓગસ્ટ 2019 રવિવાર

રાંદેરના ઉગત ખાતે ગઈકાલે બપોરે માટી ફોડવા બાબતે થયેલા ઝઘડામાં આધેડ પરિચિત વ્યક્તિને ધારદાર હથિયાર વડે કમરના ભાગે ઘા મારતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રાંદેરના ઉગત રોડ પર આવેલા એસએમસી આવાસમાં રહેતા 45 વર્ષીય અનિલભાઈ સાકરલાલ રાણા ગઈકાલે બપોરે ઘર પાસે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે નજીકમાં રહેતો બાવડી નામક ઈસમે મટકી ફોડવા કહ્યું હતું ત્યારે તેને કહ્યું કે નાના છોકરાઓ ફોડશે તે માટે બાંધેલી છે.

આ મુદ્દે અનિલ અને બવડી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને તેણે અનિલના કમરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું તેમના પરિચિત વ્યક્તિઓએ આ અંગે જણાવ્યું હતું



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZmFg8s

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages