નવી દિલ્હી, તા.25 ઓગસ્ટ 2019, રવિવાર
યુએઈએ પીએમ નરેન્દ્ર મોદીને આપેલા સર્વોચ્ચ નાગરિક સન્માન બાદ પાકિસ્તાનીઓ ઈર્ષાથી બળીને રાખ થઈ રહ્યા છે.
પાકિસ્તાનીઓ સોશ્યલ મીડિયા પર પોતાની ભડાસ કાઢી રહ્યા છે અને યુએઈને કોસી રહ્યા છે. એક તરફ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા સામે પાકિસ્તાન આખી દુનિયામાં રોદણા રડી રહ્યુ છે તેવા માહોલમાં જ યુએઈએ પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ છે. જેનાથી પાકિસ્તાનના લોકો ઘા પર મીઠું ભભરાવવા જેવો અનુભવ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ છે કે, કાશ્મીરમાં પીએમ મોદી શું કરી રહ્યા છે તે યુએઈને ખબર નથી?શું યુએઈ મુસ્લિમ દેશ નથી?
અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ઈતિહાસમાં લખાશે કે જ્યારે કાશ્મીર સંકટમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે મુસ્લિમ દેશ મોદીને એવોર્ડ આપવામાં વ્યસ્ત હતા.
અન્ય એક યુઝરે ટ્વિટ કર્યુ હતુ કે, યુએઈને શરમ આવવી જોઈએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UbwVDH
No comments:
Post a Comment