મહેસાણા,તા.5 જુલાઈ 2019, શુક્રવાર
બેચરાજી તાલુકાના અને મહેસાણા નજીક કનોડા ગામમાં વરસાદ બાદ ચુડવેલ જીવતો આતંક મચાવ્યો છે.જોકે વન-વગડામાં નીકળે તે તો સામાન્ય બાબત કહેવાય પરંતુ આ ચુડવેલ તો રહેણાંક વિસ્તારોમાં નીકળતા રહીશો ભારે ત્રસ્ત બની રહ્યા છે. જોકે આ ચુડવેલ જીવાત મકાનની છત પર પણ ચોટી જતા ઘરમાં નિંદર માણવી પણ પરેશાન થઈ ઉઠી છે.
મહેસાણા નજીક મોઢેરા રોડ પર આવેલ કનોડા ગામમાં છેલ્લા સપ્તાહથી ચુડવેલ નામની જીવાતે આતંક મચાવ્યો છે. વરસાદ બાદ જમીનમાં ગરમી અને બફારાથી આ જીવાત પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળતા ખેડૂતો સહિત રહીશો તૌબા પોકારી ગયા છે.
જોકે આ જીવાત પાકને નુકશાન કરતી ન હોવાનું ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળતા ખેડૂત આલમમાં હાશની લાગણી પ્રસરી છે. આ જીવાત કનોડા ગામમાં રહેણાંક વિસ્તારમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી મોટા પ્રમાણમાં બહાર નીકળી હોવાથી રહીશો ત્રસ્ત બન્યા છે. રહેણાંક મકાનોને આ ચુડવેલે પોતાના નિશાન બનાવ્યા છે ત્યારે કનોડાના વણકરવાસમાં બેઠક રૃમ હોય, રસોડુ હોય કે પછી મકાનની છત તમામ જગ્યાએ મોટા પ્રમાણમાં આ જીવાતે દેખાઈ રહી છે. જેથી કનોડાના આ રહીશો જીવાતનો સફાયો કરવામાં થાકી ગયા છે.
દિવસ અને રાત્રી દરમિયાન ચુડવેલનો સફાયો કરતા થાકી ગયા
કનોડામાં ચુડવેલના આતંક મામલે ગામના રહીશ પરસોત્તમભાઈ કનોડીયાએ જણાવ્યું હતું કે પ્રથમ વરસાદ બાદથી ચુડવેલનો આતંક વધ્યો છે. જોકે મકાનન કોઈ ખૂણો બાકી નથી જ્યાં ચુડવેલ જીવાત આવી ન હોય. જોકે તેનો સફાયો કરતા-કરતા થાકી ગયા છીએ.
ગે મેશન કે ક્લોરોપાઈરી ફોસાઈટ દવા છંટકાવ કરવી જોઈએ
આ અંગે મહેસાણા ખેતીવાડી કચેરી સૂત્રોના જણાવયા મુજબ ચુડવેલ જીવાત ખેતીને નુકશાન પહોંચતું નથી. જ્યારે રહેણાંક વિસ્તારોમાં નીકળતી આ જીવાત પર ગેમેશન કેકલોરો પાઈરીફોસાઈટ નામનો પાવડર છાંટવામાં આવે તો જીવાતથી રાહત મળી શકે છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RWCEfj
No comments:
Post a Comment