બોલીવૂડની ખાન ત્રિપુટીથી અલગ રહીને હિટ ફિલ્મો આપનાર અભિનેત્રીઓ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

બોલીવૂડની ખાન ત્રિપુટીથી અલગ રહીને હિટ ફિલ્મો આપનાર અભિનેત્રીઓ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.5 જુલાઈ 2019, શુક્રવાર

બોલીવૂડની ખાન ત્રિપુટી બિગ બજેટ ફિલ્મમાં જ કા મકરતા હોય છે. લગભગ મોટા ભાગની અભિનેત્રીઓ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે કામ કરવા ઉત્સાહિત હોય છે. પરંતુ દીપિકા પદુકોણ, ઐશ્વર્યા રાય,શિલ્પા શેટ્ટી, કાજોલ તેમજ અન્ય   ર્  બોલીવૂડની એવી હટકે સ્ટાર્સ છે જેમણે ખાન ત્રિપુટી સાથે કામ ન કરીને પણ હિટ ફિલ્મો આપી છે. એટલું જ નહીં તેમણે તેમની સાથે કામ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. 

ઐશ્વર્યા રાય બચ્ચનની વાત કરીએ તો તેણે આમિર ખાન સાથે ' રાજા હિંદુસ્તાની'માં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ઐશ્વર્યા મિસ વર્લ્ડ  ડે સ્પર્ધાની તૈયારી કરી રહી હતી. 

શિલ્પા શેટ્ટીને શાહરૂખ ખાન સાથેની ' બાદશાહ' ઓફર થઇ હતી. શિલ્પાએ આ બિગ બજેટ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. કિંગ ખાનની કારકિર્દીમાં આ ફિલ્મ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં ટ્વિન્કલ ખન્નાના અભિનયને પણ વખાણવામાં આવ્યો હતો. 

દીપિકા પદુકોણને સલમાન સાથે રૂપેરી પડદે ચમકાવાની નિર્માતા-દિગ્દર્શકો ઉત્સાહિત છે. પરંતુ દીપિકાએ હજી સુધી સલમાન સાથે કામ કરવાની હા નથી પાડી. તેને સલમાનની 'સુલતાન'માં કામ કરવાની ઓફર આવી હતી. પરંતુ  દીપિકાએ આમાં કામ કરવાની ના પાડી હતી. આ ઉપરાંત દીપિકાએ  સલમાનની 'કિક, જય હો, બજરંગી ભાઇજાન જેવી ફિલ્મોમાં પણ કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

કાજોલને આમિરની સૌથી મોટી હિટ ફિલ્મ 'થ્રિ ઇડિયટસ'ની ઓફર મળી હતી જે તેણે ઠુકરાવી દીધી હતી. કાજોલનું માનવુ ંહતુ ંકે આ ફિલ્મમાં તેના માટે ખાસ કાંઇ કરવા જેવું નહોતું. જોકે પછીથી આ ફિલ્મ કરીના કપૂરે સ્વીકારી હતી. 

પ્રિયંકા ચોપરાને આમિરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગઝની' ઓફર થઇ હતી. પરંતુ પ્રિયંકાએ આ ફિલ્મની ઓફરને રિજેક્ટ કરી હતી. 

કંગના રનૌત આમ પણ પોતાના દમ પર સફળ ફિલ્મો આપી રહી છે. તેને સફળ થવા માટે કોઇ ખાનની જરૂર નથી. કંગનાએ સલમાનની 'સુલતાન'ની ઓફર ઠુકરાવી દીધી હતી. તેનું માનવું હતું કે, તેને ઓફર થયેલો રોલ તેની કારકિર્દી માટે ઉપયોગી નહોતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xsw2LR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages